વેપાર અને વાણિજ્ય

પાંખાં કામકાજો વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટોની લે-વેચ અને વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪નો અને કોપર આર્મિચર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને નિકલમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ભાવ ટકેલાં રહ્યા હતા.

આજે ખાસ કરીને ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેવાની સાથે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪ના સુધારા સાથે રૂ. ૩૧૭૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૨૭૭ અને કોપર આર્મિચર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૮૪૫ તથા રૂ. ૧૭૨૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ અને વપરાશકારોની છૂટીછવાઈ માગ વચ્ચે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર કેબલ સ્ક્રેપ અને નિકલના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૪૦, રૂ. ચાર ઘટીને રૂ. ૮૭૩ અને રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૭૨૦ના મથાળે તથા નિરસ માગે કોપર સ્ક્રેપ હેવી તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૮૬૪ અને રૂ. ૯૨૧ના મથાળે રહ્યા હતા. કોપર અને બ્રાસની અન્ય વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી