વેપાર

આયાતી તેલમાં મિશ્ર વલણ, વેપાર છૂટાછવાયા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૧૨ રિંગિટ, ૨૫ રિંગિટ અને ૨૦ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના ઑક્ટોબર વાયદામાં ૧૧૯ સેન્ટ અને ડિસેમ્બર તથા જાન્યુઆરી વાયદામાં ૧૪૮ સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં આયાતી તેલમાં આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો ધીમો સુધારો આવ્યો હતો. વધુમાં આજે દેશી તેલમાં એકમાત્ર કપાસિયા રિફાઈન્ડમાં મથકો પાછળ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા અને અન્ય તેલમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે કાર્ગોસર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. ૧થી ૧૦ ઑક્ટોબર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા સપ્ટેમ્બર મહિનાના સમાનગાળાના ૪,૪૮,૯૮૫ ટન સામે ૨૧.૧૪ ટકા વધીને ૫,૪૩,૮૯૭ ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. ૧૨૯૦ અને રિલાયન્સ રિટેલ તથા ગોલ્ડન એગ્રીના રૂ. ૧૨૯૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના છૂટાછવાયા બે-ચાર ટ્રકના વેપાર થયાના અહેવાલ હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૯૦, સનરિફાઈન્ડના રૂ. ૧૨૯૫, સિંગતેલના રૂ. ૧૫૨૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦ અને સરસવના રૂ. ૧૪૪૦ના રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૫૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫માં ટકેલા ધોરણે થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાબીનની ૨.૭૫ લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૯૦૦થી ૪૫૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૭૦૦માં થયા હતા, જ્યારે રાજસ્થાનના મથકો પર અંદાજે ૧.૫૦ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૯૦૦થી ૬૯૨૫માં, સરસવ એક્સ્પેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૨૧માં અને કચ્ચી ઘાણીના રૂ. ૧૪૩૦માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૧૫થી ૨૬૨૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker