વેપાર

હાજર ખાંડમાં મિશ્ર વલણ, નાકા ડિલિવરી ધોરણે સુધારો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો ગુણવત્તાલક્ષી સુધારો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. જેમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૭૧૬થી ૩૭૭૨માં થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…