વેપાર

ડૉલર નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ ધાતુમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં જોબ ડેટાની જાહેરાત પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એક માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી જળવાઈ રહેતાં ભાવમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. ૧૮ના ઘટાડા અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં જોવા મળેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં કિલોદીઠ રૂ. બેથી ૪૮નો સુધારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૮ વધીને રૂ. ૨૬૮૬ અને રૂ. ૧૦ વધીને રૂ. ૮૧૯ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની માગ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. ૭૮૪ અને રૂ. ૭૭૭, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. ૭૨૪, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૬૫ અને રૂ. ૫૨૦ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૧૯૫ અને રૂ. ૨૬૩ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે નિકલમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૧૩૬૫ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૫૧, રૂ. ૨૨૬ અને રૂ. ૧૯૧ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?