વેપારશેર બજાર

શૅરબજારમાં સપ્તાહ દરમિયાન મેટલ શૅરોમાં સૌથી વધુ લેવાલી અને ઉછાળો, માર્કેટ કૅપમાં ₹ ૬.૭ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત અંતિમ સત્રમાં પીછેહઠ નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૪,૫૪૪.૩૧ પોઇન્ટના બંધ સામે ૧,૦૨૭.૫૪ પોઈન્ટ્સ (૧.૨૨ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૨૩ સપ્ટેમ્બર અને સોમવારે ૮૪,૬૫૧.૧૫ પોઇન્ટના સ્તરે ખૂલી એ જ દિવસે નીચામાં ૮૪,૬૦૭.૩૮ પોઇન્ટ સુધી અને ૨૭ સપ્ટેમ્બર અને શુક્રવારે ઉપરમાં ૮૫,૯૭૮.૨૫ પોઇન્ટ સુધી જઈ સપ્તાહને અંતે ૮૫,૫૭૧.૮૫ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૭૮.૪૧ લાખ કરોડ રહ્યું હતું, જે ૨૦ સપ્ટેમ્બરના શુક્રવારના અંતે રૂ. ૪૭૧.૭૧ લાખ કરોડ હતું. આમ બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૪૯ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૩૮ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૨ ટકા, બીએસઈ મિડકેપ ૦.૬૭ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૦૨ ટકા વધ્યા હતા. આઈપીઓ ૦.૨૨ ટકા ઘટ્યો અને એસએમઈ આઈપીઓ ૩.૨૪ ટકા વધ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ ૦.૨૨ ટકા ઘટ્યો હતો, જ્યારે અન્ય બધા ઈન્ડેક્સ વધ્યા હતા, જેમાં મેટલ ૭.૧૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૫.૮૬ ટકા, ઓટો ૪.૩૪ ટકા, પાવર ૨.૪૪ ટકા, ઈન્ફ્રા ૧.૬૧ ટકા, રિયલ્ટી ૧.૫૫ ટકા, હેલ્થકેર ૦.૬૮ ટકા, ટેક ૦.૬૧ ટકા કેપિટલ ગુડ્સ ૦.૪૫ ટકા, બેન્કેક્સ ૦.૩૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૫ ટકા અને ઈન્ફોર્મેશન ટેક્નો લોજી ૦.૧૩ ટકા વધ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: તાતા સ્ટીલ ૮.૬૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૭.૨૨, મારુતિ ૬.૫૨ ટકા, બજાજ ફિનસર્વ ૪.૬૬ અને સન ફાર્મા ૪.૨૮ ટકા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૫૮ ટકા, લાર્સન ૨.૪૨ ટકા, કોટક બેન્ક ૧.૭૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૫ ટકા અને ટેક મહિન્દ્ર ૦.૭૭ ટકા.

એ ગ્રુપની ૭૨૮ કંપનીઓમાં ૩૭૮ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૪૯ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને એકનો સ્થિર રહ્યો હતો. બી ગ્રુપની ૧,૦૭૯ કંપનીઓમાંથી ૫૨૦ વધી હતી, ૫૫૫ ઘટી અને ચાર સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૨૪ સ્ક્રિપ્સ વધી હતી અને છ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૭૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૪ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૩૮ સ્ક્રિપ્સ વધી અને ૬૨ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૮૫ વધી, ૪૭ ઘટી હતી.

સ્મોલ કેપમાંની ૯૫૦ સ્ક્રિપ્સમાંથી ૩૯૫ વધી હતી, ૫૫૪ ઘટી હતી અને એક સ્થિર રહી હતી. સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૧૧,૫૩૪.૬૩ કરોડની અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૧૦,૧૩૧.૨૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button