ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ | મુંબઈ સમાચાર
વેપાર

ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં તાજેતરમાં જોવા મળેલા સુધારાતરફી વલણ બાદ આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઘટતી બજારે સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં માત્ર લીડ ઈન્ગોટ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 19 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં મુખ્યત્વે ટીન અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. 19 ઘટીને અનુક્રમે રૂ. 3143 અને રૂ. 1358 અને કોપર વાયરબાર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 13 ઘટીને રૂ. 948 તથા રૂ. 11 ઘટીને રૂ. 253ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ ધાતુમાં ચમકારો

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પણ નિરસ રહેતાં જે ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું

તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. 778 અને રૂ. 620, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 875, રૂ. 861 અને રૂ. 847 તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. 282ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 575, રૂ. 218 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button