વેપાર

સમય સાથે તાલ મિલાવે તે સફળ થાય!

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઇ

યુદ્ધમાં સફ્ળ થવામાં મિલિટરીની ૩ પાંખોની મહત્ત્વની ભૂમિકા તો હોય જ છે, પણ તેની સાથે મુખ્ય ફાળો છે તે સમયની સમજદાર સરકાર અને સરકારને સાથ આપતી ઇન્ડસ્ટ્રી, વ્યાપારિક સંસ્થાઓ અને વ્યવસાયિકો એકમો કે નફાનો વિચાર નહીં કરતા દેશભાવનાથી સંપૂર્ણ સહકાર આપે છે અને આનું ઉત્તમ ઉદાહરણ છે બીજા વિશ્ર્વયુદ્ધના ગાળામાં અમેરિકન ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ સહકાર.

૭મી ડિસેમ્બર ૧૯૪૧ના રોજ જ્યારે જાપાને અમેરિકાના પર્લહાર્બર ઉપર એટેક કર્યો ત્યારે અમેરિકામાં ઓટોમોબાઇલ્સ, ઓટો એન્સિલીયરીઝ અને ટોયઝનું પુષ્કળ પ્રોડકશન કરતું હતું, પણ હવાઇના પર્લહાર્બર પરના જાપનીઝ એટેકના એક મહિનામાં જાન્યુઆરી ૧૯૪૨માં તે સમયના અમેરિકન પ્રેસિડન્ટ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે “વોર પ્રોડકશન બોર્ડની સ્થાપના કરી હતી. આની પાછળનો ઉદ્દેશ એ હતો કે એ સમયની જે ઇન્ડસ્ટ્રી હતી તે સિવિલિયન જરૂરિયાતની વાહનો અને બચ્ચઓનાં રમકડાનું પ્રોડકશન અટકાવીને મશીનરીમાં જરૂરી ફેરફાર કરીને મિલિટરીની જરૂરિયાત માટેના મિલિટરી વાહનો, શીપ્સ, એરક્રાફટ અને ટેન્કોનું પ્રોડકશન મિલિટરીની જરૂરિયાત પૂરી કરવા માટે શરૂ કરી દે. સાથોસાથ આઇડિયા એ હતો કે પ્લાસ્ટિક, રબ્બર, પેપર, ગેસ અને પૈસાનો સદ્ઉપયોગ લોકોને ભૌતિક જરૂરિયાત પૂરી કરવાના બદલે સૈન્ય શક્તિની તાકાત વધારવામાં મદદ કરે.

૧૯૪૧માં અમેરિકામાં લગભગ ૩૦ લાખ એકમો ઓટોમોબાઇલ્સના પ્રોડકશનમાં હતા. આ બધા એકમોએ સરકારનો પડકાર કે કમર્શિયલ અને પેસેન્જર વ્હિકલ્સનું પ્રોડકશન નહીં કરતા મિલિટરી રિલેટેડ પ્રોડકશન કરવામાં લાગી ગયા અને તેથી જ લાખો યુનિટો વાહનના પ્રોડકશન લાઇનમાં હોવા છતાં યુદ્ધના સમયમાં અમેરિકાની ફેકટરીમાંથી માત્ર ૧૩૯ ગાડીઓ બહાર પાડી હતી. ટોય કંપનીઓ વોરશીપ માટે કંપાસ મેન્યુફેકચર્ડ કરવા લાગી તો, ફોર્ડ મોટર કંપની બોમ્બર્સ મેન્યુફેકચવર્ડ કરવા લાગી, આમ આ તમામ મેન્યુફેકચરિંગ કંપનીઓ પીસ ટાઇમ પ્રોડકશન બંધ કરીને વારટાઇમ પ્રોડકશનમાં લાગી ગઇ જેનો એલાયડ ફોર્સિસને બીજા વિશ્ર્વયુદ્ધમાં બહુ મોટો ફાયદો થયો.

અમેરિકાને ફાયદો એ હતો કે સેક્ધડ વર્લ્ડવોરનું કેન્દ્રબિંદુ યુરોપ, યુ.કે. અને રશિયા હતું. જયારે અમેરિકા આનાથી હજારો કિલોમિટર દૂર હોવાના કારણે અમેરિકામાં યુદ્ધમાં બોમ્બાડિંગમાં ફેકટરીઓ નષ્ટ થવાના બનાવો નહીં હોવાના કારણે એલાઇડ ફોર્સની મિલિટરી જરૂરિયાતો અમેરિકા બહુ સારી રીતે પૂરી કરી શકયું અને તેનો તેને આર્થિક ફાયદો પણ બહુ મોટો થયો હતો.

અમેરિકન મહિલાઓની પણ વોરટાઇમ પ્રોડકશનમાં બહુ મોટી ભૂમિકા રહેલી હતી. તેઓએ વેલ્ડર્સ, મેકેનિકસ અને એસેમ્બલી વર્કશોપમાં મેલ વર્કફોર્સ સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરેલું હતું.
એલ્યુમિનિયમની જરૂરિયાત પૂરી કરવા માટે અમેરિકામાં સ્ત્રીઓએ ગલી ગલીએ સ્ટોલ ઊભા કરેલાં, જેમાં ખાલી ટૂથપેસ્ટ, શેવિંગ્ઝ ક્રીમના ડબ્બાઓ વગેરે કે જે ટીનના બનતા હતા તે ભેગા કરીને કંપનીઓને પહોંચાડતા હતા. આમ વોર ટાઇમમાં પ્રોડકશન લાઇન ચેન્જ કરીને મિલિટરી જરૂરિયાતો પૂરી પાડીને એલાયડ ફોર્સને સમયસર મદદ પહોંચાડેલી હતી. લડાઇ પૂરી થતા આ “વોર પ્રોડકશન બોર્ડ બંધ કરી દેવામાં આવેલું હતું.

ભણવામાં સિલેક્ટ કરેલી લાઇફમાં સફળતા ના મળે, ધંધામાં નવા આવિષ્કાર આવતા જે લાઇનમાં હોય તે બંધ થઇ જાય જેમ કે, ટાઇપરાઇટર્સ ટેલેક્સ અને અને ફેક્ષ મશીનો આઉટડેટેડ થતા આ ઇન્ડસ્ટ્રી બંધ થઇ ગઇ. કેમેરા, કેમેરા ફિલ્મ્સ અને મોબાઇલ ફોન જેમ કે કેમેરામાં એક સમયે એકચક્રી સાશન જેનું હતુ તે કોડાક કંપની બદલાતા સમયમાં તેની પ્રોડકશન શૈલીમાં ફેરફાર નહીં કરતા અને તેવી જ રીતે જેનો એક સમયે દબદબો મોબાઇલ ફોન માર્કેટમાં હતો તે નોકીયા ફોન કંપની પણ બદલાતા સમય સાથે નવી ટેક્નોલૉજી નહીં અપનાવતા માર્કેટમાંથી ફેંકાઇ ગયેલાના દાખલાઓ છે.
લાઇફમાં આવતી ચેલેન્જો પછી તે ધંધામાં નિષ્ફળત કે સ્ટોક માર્કેટના રોકાણમાં થયેલું નુકસાન હોય તે એક શીખ અવશ્ય આપી જાય છે જેને તકમાં બદલવા માટે આપણે પણ વોર પ્રોડકશન બોર્ડ બનાવવું પડશે અને તેમાં જ ભવિષ્યની સફળતા છુપાયેલી છે. જેમ કે “ટુડે ઇઝ યોર ઓપોચ્યુનિટી ટુ બીલ્ડ ટુમોરો યુ વોન્ટ. સોમવારથી શરૂ થતું ૨૦૨૪નું કેલેન્ડર યર આપ સૌનું સ્વસ્થ, સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું રહે તેવી સૌને શુભેચ્છા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button