મારુતિ સુઝુકીની જિમી ફાઈવ ડૉરની નિકાસ એક લાખ યુનિટની પાર

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી લિ. એ આજે એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતથી તેની કોમ્પેક્ટ એસયુવીજિમી ફાઈવ ડૉર’ની ચક્રવૃદ્ધિ ધોરણે નિકાસનો આંક એક લાખ યુનિટની સપાટી પાર કરી ગયો છે.
નોંધનીય બાબત એ છે કે ભારતથી જિમી ફાઈવ ડૉરની નિકાસ વર્ષ 2023માં શરૂ થઈ હતી અને આરંભ બાદ તુરંત જાપાન, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયા સહિત 100 કરતાં વધુ દેશમાં નિકાસ કરવામાં આવી હોવાનું એક યાદીમાં ઉમેર્યું હતું.
આપણ વાંચો: વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ કાર નિકાસનો આંક હાંસલ થશેઃ મારુતિ સુઝુકી
જાપાનમાં તેનું વેચાણ જાન્યુઆરી 2025થી જિમી નોમેડ તરીકે થઈ રહ્યું છે એને ત્યાંની નિકાસના ઓર્ડર 50,000નો આંક પાર કરી ગયો છે. વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકીના નિકાસ વૉલ્યૂમ વર્ષાનુવર્ષ ધોરણે વધારો થઈ રહ્યો છે.
ગત વર્ષ 2023-24માં નિકાસ જે 2.83 લાખ યુનિટની હતી તેની સામે વર્ષ 2024-25માં નિકાસ વધીને 3.32 લાખ યુનિટની સપાટીએ પહોંચી હતી. જિમી ફાઈવ ડૉરની નિકાસનો આંક એક લાખ યુનિટની પાર કરી ગઈ છે, જે કંપની માટે ગૌરવની બાબત હોવાનું કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિકુયુટીવ ઑફિસરે જણાવ્યું હતું.