વેપાર

નિરસ હવામાન વચ્ચે બજાર અથડાઇ ગયું, ઓટો શૅરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગને કારણે પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજાર ફેડરલ પર મીટ માંડીને બેઠું છે ત્યારે સ્તાનિક બજારમાં કોઇ નવા ટ્રીગરના અભાવ વચ્ચે નિરસ હવામાનમાં બજાર અથડાઇ ગયું હતું. નિષ્ણાતોના મતે ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે રોકાણકારોએે પસંદગીના બ્લુ-ચિપ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હોવાને પરિણામે પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે રેન્જ-બાઉન્ડ ટ્રેડમાં, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૨.૧૬ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૮૦,૪૨૪.૬૮ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૮૦,૭૨૪.૪૦ પોઇન્ટની ઊંચી અને ૮૦,૩૩૨.૬૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.

જોકે, એનાથી વિપરીત એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી અસ્થિર સત્રમાંં અંતે ૩૧.૫૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકાના સુધારા સાથે ૨૪,૫૭૨.૬૫ પોઈન્ટના સ્તર પર પહોંચ્યો હતો અને પોઝિટિવ ઝોનમાં ટકી રહેવામાં સફળ રહ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને ઈંઈઈંઈઈં બેન્ક સહિતના શેરો સેન્સેક્સના ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. જ્યારે તેનાથી વિપરીત, ટાટા સ્ટીલ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એનટીપીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સની યાદીમાં હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૯૪ ટકા, ટીસીએસ ૧.૬૫ ટકા. એનટીપીસી ૧.૧૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૧૬ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૮૯ ટકા, રિલાયન્સ ૦.૭૧ ટકા, ટાઈટન ૦.૬૭ ટકા, ટેક મહિન્દ્ર ૦.૪૬ ટકા અને પાવર ગ્રીડ ૦.૪૩ ટકા વધ્યા હતા.

જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્જ્ર ૨.૬૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૩૦ ટકા, એક્સિસ બેન્ક ૧.૨૦ ટકા, ભારતી એરટેલ ૧.૦૧ ટકા, તાતા મોટર્સ ૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૯ ટકા, નેસ્લે ૦.૭૪ ટકા, મારુતિ ૦.૬૦ ટકા, લાર્સન ૦.૩૩ ટકા અને આઈટીસી ૦.૨૮ ટકા ઘટ્યા હતા.

બજારના નિષ્ણાતો અનુસાર હાલ બજારમાં મોટી વધઘટ માટે કોઇ ટ્રીગર નથી. સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે અમુક આર્થિક ડેટા જાહેર થવાના છે, પરંતુ રોકાણકારોની નજર ખાસ કરીને ફેડરલ રિઝર્વના સંકેત પર મંડાયેલી છે. પ્રારંભિક સત્રમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ ઓટો શેરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગની શરૂઆત થતા બજાર નેગેટિવ ઝોનમાં સરકી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ ઊંચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે સિઓલ અને ટોક્યિો નીચા મથાળે બંધ થયા હતા. યુરોપીયન બજારો મોટાભાગે ઊંચા મથાળે ટ્રેડ થઇ રહ્યાં હોવાના અહેવાલ હતા. શુક્રવારે યુએસ બજારો પોઠિટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૭૬૬.૫૨ કરોડની લેવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૨,૬૦૬.૧૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૨ ટકા ઘટીને ૭૯.૦૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી ઈન્ડાયસીસ વધ્યા હતા, જ્યારે ઓટો ઈન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો હતો. બીએસઇનું માર્કેટ કેપ રૂ.૨.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૫૪.૩૯ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સની ૧૮ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૨ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૧૬૫ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૭૧૦ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૩૧૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૩૯ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૮૮ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૩૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૫૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૩૩ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૬ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૧૦ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ મેટલ ૨.૨૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૭૬ ટકા, એનર્જી ૧.૫૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩ ટકા, યુટિલિટીઝ ૧.૧૭ ટકા, કોમોડિટીઝ ૧.૦૨ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૮૫ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૭૧ ટકા, પાવર ૦.૬૩ ટકા, સર્વિસસીસ ૦.૬૧ ટકા, હેલ્થકેર ૦.૬ ટકા, ટેક ૦.૫૩ ટકા, એફએમસીજી ૦.૩૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૧ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૧ ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૦૪ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો ૦.૮૫ ટકા, બેન્કેક્સ ૦.૩૬ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૫ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૯૮.૩૪ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૮૨૦ સોદામાં ૧,૧૮૧ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૧૮,૩૭,૮૨૮ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧,૩૩,૬૪,૩૦૫.૧૦ કરોડનું રહ્યું હતું.

શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૧,૩૩૦.૯૬ પોઈન્ટ અથવા ૧.૬૮ ટકા ઉછળીને ૮૦,૪૩૬.૮૪ પર સેટલ થયો હતો, જે બે મહિનાથી વધુ સમયના તેના શ્રેષ્ઠ સિંગલ-ડે લાભને દર્શાવે છે. એનએસઇ નિફ્ટી ૩૯૭.૪૦ પોઈન્ટ અથવા ૧.૬૫ ટકા વધીને ૨૪,૫૪૧.૧૫ની બે સપ્તાહની ઊંચી સપાટીએ સેટલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button