વેપાર અને વાણિજ્ય

માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં: તોફાને ચડેલો આખલો શું નિફ્ટીને ૨૨,૦૦૦ સુધી ખેંચી જશે?

કરંટ ટોપિક -નિલેશ વાઘેલા

મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલું તેજીનું તોફાન આગળ વધ્યું છે અને શેરબજારે સતત સાતમા સપ્તાહે આગેકૂચ નોંધાવી છે. તેજીને આગળ લઇ જઇ શકે ઓવા તમામ ઇંધણ અને બળતણો હાલ મોજૂદ છે, જો કે બજારના નિરિક્ષકો કોન્સોલિડેશનની શક્યતા જોઇ રહ્યાં છે, કારણ કે બજાર ઓવરબોટ પોઝિશનમાં છે.

શેરબજારમાં આખલો રીતસર તોફાને ચડ્યો હોય એ રીતે તરખાટ મચાવી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીનો કેવો માહોલ રચાયો છે, એનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે, બૅન્ક ઓફ ઇંગલૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે હોૅકિશ ટોન અપનાવીને વ્યાજદરોમાં કોઇ ઘટાડો જાહેર ના કર્યો હોવા છતાં તેની બજારના સેન્ટિમેન્ટ પર કોઇ નકારાત્મક અસર પડી નથી.

સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૧,૦૦૦ની સપાટી વટાવી છે તો નિફ્ટીએ ૨૧,૫૦૦ની નિકટ પહોંચીને નવી વિક્રમી ટોચ બનાવી છે. બૅન્ક નિફ્ટીએ પણ પહેલી જ વખત ૪૮,૦૦૦ની સપાટી વટાવીને નવો ઇતિહાસ બનાવ્યો છે.

બજાર ઓવરબોટ પોઝિશનમાં હોવાથી કોન્સોલિડેશનની અપેક્ષા છતાં ટેક્નિકલ નિષ્ણાતો માને છે કે નિફ્ટી ઉર્ધ્વગતિ જાળવી શકે છે અને ૨૧,૫૪૦ અને ૨૧,૭૫૦ તેનું રેઝિસ્ટન્સ લેવલ બની શકે છે. જ્યારે સપોર્ટ લેવલ ૨૧,૧૦૦થી ૨૦,૮૫૦ બનશે. એક અન્ય માર્કેટ એનાલિસ્ટ અનુસાર નિફ્ટીનું તાત્કાલિક લક્ષ્ય ૨૧,૭૦૦ છે, જે વધીને ૨૨,૦૦૦ સુધી પહોંચવાની શક્યતા છે.

ડાઉનસાઇડ પર, ૨૧,૨૦૦ તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરે છે, જ્યારે ૨૧,૦૦૦ એ કોઈ ડાઉનસાઇડના કિસ્સામાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે.

ફેડરલ રિઝર્વની ડોવિશ કોમેન્ટરી અને ૨૦૨૪માં ઓછામાં ઓછા ત્રણ રેટ કટનો સંકેત સાથે યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધાયેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોના વિશ્ર્વાસમાં સુધારો થયો હતો અને બજાર તાજી નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

ભારતના જીડીપી અનુમાનમાં સુધારો, વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ફુગાવાને લક્ષ્યાંકિત સ્તર સુધી ઘટાડવાના આરબીઆઈના નિર્ણયને કારણે રિયલ્ટી અને આઈટીના આઉટપરફોર્મન્સ સાથે વ્યાપક સ્તરે તેજી જોવા મળી હતી.

ફેડરલે એવો સંકેત આપ્યો છે કે તેઓ આવતા વર્ષે તે મુખ્ય વ્યાજ દરમાં ત્રણ વખત ૦.૨૫ ટકા જેટલો ઘટાડો કરવાની વિચારણાં ધરાવે છે. યુએસ ફેડના દરો યથાવત રાખવાના નિર્ણયથી ભારત સહિત વિશ્ર્વના ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટમાં સુધારોે થયો હતા. .

આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ અને વિદેશી રોકાણકારો સ્થાનિક ઈક્વિટીમાં નાણાં ઠલવતા હોવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. સ્થાનિક સ્તરે આગામી વર્ષના મધ્યમાં મજબૂત વૃદ્ધિના આંકડા અને રેટ કટની અપેક્ષા રાખવાનું ચાલુ રાખતા, ઇક્વિટી બજારોમાં આશાવાદ મધ્યમ ગાળામાં ચાલુ રહી શકે છે.

ભારતીય બજારોમાં સતત સાત સપ્તાહથી તેજીનું વલણ જોવા મળ્યું છે. હવે આ અઠવાડિયામાં પણ આ ગતિ ચાલુ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

નિષ્ણાતોના મતે સકારાત્મક સંકેતો દર્શાવે છે કે તેજી ચાલુ રહી શકે છે. આ સંકેતોમાં યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વનું નરમ વલણ, એફઆઇઆઇ દ્વારા લેવાલીમાં ઉછાળો, વધુ સારા મેક્રો ડેટાનો સમાવેશ થાય છે. જો કે, કોન્સોલિડેશનને નકારી ના શકાય. પાછલા સપ્તાહમાં સેન્સેક્સ ૨.૩૭ ટકા વધીને ૭૧,૬૦૫ની વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ ૭૧,૪૮૩ પર બંધ થયો હતો.

એ જ રીતે નિફ્ટી ૫૦ ૨.૩૨ ટકા વધીને ૨૧,૪૯૨.૩૦ની નવી વિક્રમી ટોચને સ્પર્શ્યા બાદ ૨૧,૪૫૬ પર બંધ રહ્યો હતો. અમેરિકા પછી હવે ૧૯ ડિસેમ્બરે બેન્ક ઓફ જાપાનના પોલિસી પર બજારનું ધ્યાન રહેશે. બેન્ક ઓફ જાપાન તેની અલ્ટ્રા-લૂઝ મોનેટરી પોલિસી જાળવી રાખે તેવી વ્યાપક અપેક્ષા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બરની પોલિસી મીટિંગની મિનિટ્સ ૨૨ ડિસેમ્બરે જાહેર કરશે. આઠમી ડિસેમ્બરના રોજ મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. બેઠકની મિનિટ્સ આરબીઆઈના વલણને વધુ સ્પષ્ટ કરશે. વિદેશી રોકાણકારોનું મજબૂત પુનરાગમન બજારને જોમ આપી રહ્યું છે.

ત્રણ મહિનામાં લગભગ રૂ. ૭૫,૦૦૦ કરોડની ઇક્વિટી વેચ્યા પછી એફઆઇઆઇએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ. ૨૯,૭૦૦ કરોડની ઇક્વિટી ખરીદી છે. યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો, ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની જીત બાદ રાજકીય સાતત્યની આશા અને ભારતના અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવતા ડેટાને કારણે એફઆઇઆઇ ફરી રોકાણકાર બન્યા છે. આગળ જતાં તેમની લેવાલીમાં વધારો થવાની ધારણા છે.

શૅરબજારમાં અફડાતફડી વચ્ચે મલ્ટિ એસેટ સ્ટ્રેટેજી ઉપયોગી નિવડે
મુંબઇ: શેરબજારમાં સતત ઉથલપાથલ ચાલતી રહેતી હોય છે. આ માટે કારણો ગમે તેવા હોય, જેમ કે, ફુગાવામાં સતત વધારો હોય કે ભૌગોલિક રાજકીય તનાવ ઉભો થઇ જાય! અનેક સંજોગો એવા હોય છે કે જેમાં રોકાણકારો માટે રોકાણ અંગેનો નિર્ણય લેવો પડકારરૂપ બની જાય છે.

બજારના અનુભવીઓ કહે છે કે રોકાણ કરવાની એક કાર્યક્ષમ અને અસરકારક વ્યૂહરચનામાં મલ્ટી એસેટ ઇન્વેસ્ટમેન્ટને સ્થાન આપી શકાય. તેમાં તમારા પોર્ટફોલિયોને ત્રણ કે તેથી વધુ એસેટ ક્લાસમાં વિસ્તારવાનો સમાવેશ થાય છે, જેનો હેતુ એસેટલક્ષી જોખમોને ઘટાડવાનો છે. એ બાબતને ધ્યાનમાં રાખીને કે વિવિધ એસેટ ક્લાસમાં, વિવિધ બજાર ચક્ર, અલગ મૂલ્યની ગતિશીલતા ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી જોખમ ઘટે છે એમ જણાવતા પૂર્વા ઇન્વેસ્ટમેન્ટના વત્સલ પ્રવિણ શાહ કહે છે કે, માત્ર એક એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે. મલ્ટી-એસેટ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટલક્ષી સાધનો જેવી કે રેઇટ અને ઇન્વિીટ્સમાં પોર્ટફોલિયોને યોગ્ય રીતે વૈવિધ્યીકૃત કરીને આ જોખમને ઘટાડવાનો પ્રયાસ કરે છે.

બજાર અને મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ અનુસાર વિવિધ અસ્કયામતો માટે પ્રમાણસર અને સમયસર ફાળવણી રોકાણકારોને તેમના બજાર ચક્રમાં શ્રેષ્ઠ સંપત્તિ વર્ગો મેળવવામાં મદદ કરે છે અને મલ્ટી એસેટ ઇન્વેસ્ટિંગની મદદથી રોકાણકારોને એક જ જગ્યાએ તમામ એસેટ ક્લાસનો લાભ મળે છે. ડેટ સાધનો કે ગોલ્ડમાં એક્સપોઝરથી હેજીંગનો લાભ મળે છે, જ્યારે રિયલ એસ્ટેટ સાધનોમાંથી ઉપજમાં વધારો થાયછે, આ રીતે રોકાણકારો મલ્ટી એસેટ રોકાણ દ્વારા મહત્તમ વળતર મેળવવાનું વલણ ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો