માર્કેટ કેપિટલ ₹ ૩૨૨ લાખ કરોડના સ્તરે પહોંચ્યું
મુંબઇ: સાપ્તાહિક સમીક્ષા હેઠળના નવ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાનના સપ્તાહમાં સેકટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો, જ્યારે આઈટી ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૫,૯૯૫.૬૩ના બંધથી ૨૮૭.૧૧ પોઈન્ટ્સ (૦.૪૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૫,૫૬૦.૦૭ ખૂલી, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૫૯૨.૧૬ અને ૯ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૫,૪૩૪.૬૧ સુધી જઈ અંતે ૬૬,૨૮૨.૭૪ પર બંધ રહ્યો હતો.
સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૨૨.૦૦ લાખ કરોડ રહ્યું હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૮૬ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૫ ટકા, મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૧ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૫૬ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૦.૫૮ ટકા વધ્યા હતા. આઈપીઓ ૧.૯૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૪.૦૯ ટકા વધ્યા હતા. ગ્રીનેક્સ ૧.૦૪ ટકા અને એસએન્ડપી બીએસઈ કાર્બોનેક્સ ૦.૫૫ ટકા વધ્યા હતા.
સેકટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી ૪.૧૩ ટકા ઓટો ૨.૮૬ ટકા, એફએમસીજી ૧.૮૦ ટકા, હેલ્થકેર ૦.૮૪ ટકા, મેટલ ૨.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૩૦ ટકા અને પીએસયુ ૦.૪૦ ટકા વધ્યા હતા, જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૦ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૪ ટકા, આઈટી ૧.૩૩ ટકા, ટેક ૦.૮૬ ટકા, બેન્કેક્સ ૦.૧૭ ટકા અને પાવર ૦.૦૮ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં ટાટા મોટર્સ ૬.૭૫ ટકા, મારૂતી સુઝુકી ૩.૯૬ ટકા, ભારતી એરટેલ ૨.૯૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૮૫ ટકા અને નેસ્ટલે ઈન્ડિયા ૨.૬૬ ટકા વધ્યો હતો. જ્યારે સૌથી ઘટેલા પાંચ શેરોમાં ઈન્ફોસિસ ૩.૨૭ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૧૨ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૫ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૪૬ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૧.૪૩ ટકાનો ઘટાડો હતો.
ટાટા મોટર્સ ટીપીજીને ટાટા ટેકનોલોજીસમાંથી પોતાનો ૯.૯ ટકા હિસ્સો રૂ. ૧૬૧૪ કરોડમાં વેચશે. વોલમાર્ટ ફાઉન્ડેશન વિવિધ એનજીઓ મારફત નાના મહિલા ખેડૂતોને આર્થિક આધાર મેળવવામાં સહાય કરે છે અને ૨૦૨૮ સુધીમાં ૧૦ લાખ નાના ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ફાઉન્ડેશન નવ રાજ્યમાં માર્કેટ એકસેસ પ્રોગ્રામ ચલાવે છે, જેમાં આંધ્ર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, યુપી, મહારાષ્ટ્ર, એમપી વગેરેનો સમાવેશ છે. ઝોમેટો, મકડોનાલ્ડને વેજ ઓર્ડર સામે નોન વેજ ફૂડની ડિલિવરી કરવા બદ્લ જયપૂરની ડિસ્ટ્રીકટ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમે રૂપિયા એક લાખની પેનલ્ટી ફટકારી છે. આઇઆરએમ એનર્જીનું ભરણું ૧૮મીએ ખુલશે.
એ ગ્રુપની ૭૧૩ કંપનીઓમાં ૪૦૦ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૧૧ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ૨ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા, બી ગ્રુપની ૧,૦૧૦ સ્ક્રિપ્સમાંથી ૫૪૦ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૬૪ સ્ક્રિપ્સના ઘટ્યા અને ૬ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. ૨૮,૭૭૮.૪૨ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ. ૯,૪૫૮.૧૭ કરોડનું ટર્નઓવર શુક્રવાર, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ થયું હતું.