ટોચની દસ કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપમાં ₹1.55 લાખ કરોડનો ઊછાળો
નવી દિલ્હી: ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી મર્કેટમાં મક્કમ વલણ જોવા મળ્યું હોવાથી ટોચની દસ કંપનીઓ પૈકી આઠ કંપનીઓનાં માર્કેટ કેપિટલાઈઝેશન અથવા તો માર્કેટ કેપમાં રૂ. ૧,૫૫,૬૦૩.૪૫ કરોડનો વધારો થયો હતો, જેમાં એચડીએફસી બૅન્ક અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ મોખરે રહી હતી અને માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧.૯૮ ટકા અથવા તો ૧૫૩૬.૮ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧.૫૯ ટકા અથવા તો ૩૭૪.૫૫ પૉઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે મુખ્યત્વે એચડીએફસી બૅન્કનું માર્કેટ કેપ રૂ. ૪૦,૩૯૨.૯૧ કરોડના ઊછાળા સાથે રૂ. ૧૩,૩૪,૪૧૮.૧૪ કરોડની સપાટીએ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નું માર્કેટ કેપ રૂ. ૩૬,૦૩૬.૧૫ કરોડ વધીને રૂ. ૧૫,૩૬,૧૪૯.૫૧ કરોડની સપાટીએ રહ્યું હતું.
Also read: આ છે થાપણ વૃદ્ધિ ફરી મંદ પડી હોવાના સંકેત
આ સિવાય અન્ય કંપનીઓ જેના માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો જોવા મળ્યો હતો તેમાં આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટ કેપ રૂ. ૧૬,૨૬૬.૫૪ કરોડ વધીને રૂ. ૯,૦૧,૮૬૬.૨૨ કરોડ, ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. ૧૬,૧૮૯.૩૩ કરોડ વધીને રૂ. ૭,૯૦,૧૫૧.૮૩ કરોડ, હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટ કેપ રૂ. ૧૩,૨૩૯.૯૫ કરોડ વધીને રૂ. ૫,૭૪,૫૬૯.૦૫ કરોડ, આઈટીસીનું મર્કેટ કેપ રૂ. ૧૧,૫૦૮.૯૧ કરોડ વધીને રૂ. ૫,૯૪,૨૭૨.૯૩ કરોડ, ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. ૧૧,૨૬૦.૧૧ કરોડ વધીને રૂ. ૮,૯૪,૦૬૮.૮૪ કરોડ અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. ૧૦,૭૦૯.૫૫ કરોડ વધીને રૂ. ૭,૨૮,૨૯૩.૬૨ કરોડની સપાટીએ રહ્યું હતું.
વધુમાં સપ્તાહ દરમિયાન ટોચની દસ કંપનીઓ પૈકી માત્ર લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. ૧૧,૯૫૪.૨૪ કરોડ ઘટીને રૂ. ૫,૬૨,૫૪૫.૩૦ કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટ કેપ રૂ. ૨૩૮.૧૬ કરોડ ઘટીને રૂ. ૧૭,૧૩,૧૩૦.૭૫ કરોડની સપાટીએ રહ્યું હતું.
Also read: છે છેલ્લા દિવસોમાં ઉછળ્યું શેર બજાર: માર્કેટ કૅપ ₹2.11 લાખ કરોડ વધારતું ગયુંAlso read:
જોકે, વૅલ્યુએશનની દૃષ્ટિએ ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, ત્યાર બાદ અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલિવર અને એલઆઈસી રહી હતી.