બેન્ચમાર્કની પીછેહઠ છતાં માર્કેટ કેપમાં રૂ. ૧.૩૩ લાખ કરોડનો વધારો | મુંબઈ સમાચાર
વેપાર

બેન્ચમાર્કની પીછેહઠ છતાં માર્કેટ કેપમાં રૂ. ૧.૩૩ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: એકધારી આઠેક દિવસની આગેકૂચ બાદ પ્રોફિટ બુકિંગ વચ્ચે બેન્ચમાર્કમાં પીછેહઠ છતાં માર્કેટ કેપિટલમાં વધારો નોંધાયો હતો. સત્ર દરમિયાન રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યો હતો, જ્યારે આઈટી શેરોમાં તીવ્ર ઘટાડા જોવા મળ્યો હતો. સત્રને અંતે એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. ૧.૩૩ લાખ કરોડનો વધારો થયો

સોમવારે બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારના ૮૧,૯૦૪.૭૦ના બંધથી ૧૧૮.૯૬ પોઈન્ટ્સ (૦.૧૫ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૮૧,૯૨૫.૫૧ ખૂલીને ઊંચામાં ૮૧,૯૯૮.૫૧ સુધી અને નીચામાં ૮૧,૭૪૪.૭૦ સુધી જઈને અંતે ૮૧,૭૮૫.૭૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સની ૧૦ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૨૦ સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૪૦ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૬૬ ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા વધ્યો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૧૬ ટકા ઘટ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૫૮.૭૨ લાખ કરોડથી રૂ. ૧.૩૩ લાખ કરોડ વધીને રૂ. ૪૬૦.૦૫ લાખ કરોડ રહ્યું હતું.

સેકટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે રિયલ્ટી ૨.૪૭ ટકા, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫૩ ટકા, પાવર ૦.૫૧ ટકા, એનર્જી ૦.૩૧ ટકા અને સર્વિસીસ ૦.૨૮ ટકા વધ્યા હતા, જ્યારે ફોકસ્ડ ૦.૬૩ ટકા, આઈટી ૦.૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫ ટકા, હેલ્થકેર અને ટેક ૦.૪૫ ટકા અને ઓટો ૦.૩૨ ટકા ઘટ્યા હતા.

એક્સચેન્જમાં ૪,૩૮૯ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૩૩૦ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૮૯ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૭૦ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૪૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૬૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૯ સ્ટોક્સને ઉપલી જ્યારે ૬ સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧૧૦.૬૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૫૮ સોદામાં ૬૭૪ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૧૧,૨૧,૧૦૧ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૨૬,૧૮,૫૪૫.૫૩ કરોડનું રહ્યું હતું.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૦.૬૮ ટકા, ઈટર્નલ ૦.૫૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬ ટકા, લાર્સન ૦.૩૩ ટકા અને રિલાયન્સ ૦.૩૨ ટકા વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૬૭ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૬૬ ટકા, ઈન્ફોસિસ ૧.૧૫ ટકા, ટાઈટન ૧.૧૪ ટકા, સન ફાર્મા ૦.૮૫ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૭૨ ટકા અને ટેક મહિન્દ્ર ૦.૩૯ ટકા ઘટ્યા હતા.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button