વેપાર

જીએસટીનાં ઘટાડાની અસર હળવી ન થાય તે માટે

બેંગ્લુરુઃ કાર ઉત્પાદક મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા સામાન્યરીતે દરેક વર્ષે જાન્યુઆરીમાં વાહનોના ભાવમાં વધારો જાહેર કરતી હોય છે, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કરવામાં આવેલા જીએસટીનાં દરમાં ઘટાડાની અસર હળવી ન થાય તે માટે આગામી જાન્યુઆરીમાં કોઈ ભાવ વધારો કરવામાં નહીં આવે. સિવાય કે કાચા માલના ભાવમાં કોઈ નોંધપત્ર વધારો ન થાય, એમ કંપનીનાં એક્ઝિક્યુટીવે આજે જણાવ્યું હતું.

આગામી જાન્યુઆરી મહિનામાં વાહનોના ભાવમાં વધારો કરવાની કંપની કોઈ યોજના ધરાવે છે કે કેમ એવા પ્રશ્નનો ઉત્તર આપતા મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના ઑટો અને કૃષિ ક્ષેત્રના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર રાજેશ જેજુલકરે અત્રે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે હાલના તબક્કે અમે કોઈ ભાવવધારો નહીં કરીએ, સિવાય કે કોઈ કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળે.

આપણ વાચો: જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર

સરકારે તાજેતરમાં જીએસટીનાં દરમાં ઘટાડો કરીને લીધેલા સિમાચિહ્નરૂપ પગલાંથી અમે સુપેરે વાકેફ છીએ આથી અમે કોઈ એવું પગલું નહીં ભરીએ જે કિંમતો વધારવા માટે નફાખોરીનાં ઉદ્દેશને આગળ ધપાવીને સરકારી વ્યૂહરચનાને નબળી પાડે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું અમે ભાવ ત્યારે જ વધારીશું જ્યારે ઉત્પાદન ખર્ચમાં દેખીતો નોંધપાત્ર વધારો થશે. અર્થાત્‌‍ પરંપરા અનુસાર આ વર્ષે અમે ભાવમાં વધારો નહીં કરીએ.

નોંધનીય બાબત એ છે કે સરકાર દ્વારા જીએસટીનાં દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર કરવા માટે કાર ઉત્પાદકોએ ગત બાવીસમાં સપ્ટેમ્બરે ભાવમાં ઘટાડો કર્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button