વેપાર

લિથિયમ બૅટરીઝ પર કસ્ટમ ડ્યૂટી માફીઃ સિઆમનો આવકાર

નવી દિલ્હીઃ આજે જાહેર કરવામાં આવેલા અંદાજપત્રમાં લિથિયમ બૅટરીઝમાં વપરાતા માલ પરની કસ્ટમ ડ્યૂટીમાં માફી આપવામાં આવતા દેશનાં ઈલેક્ટ્રિક વાહનોના માળખાને પ્રોત્સાહિત કરશે, એમ સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ્સ (સિઆમ)એ એક યાદીમાં જણાવ્યું છે.

આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંદાજપત્રના વક્તવ્યમાં પ્રસ્તાવ મુકતા જણાવ્યું હતું કે બેટરી માટેનાં લિથિયમ આયન સેલ્સ બનાવવા અને બૅટરી એનર્જીના સંગ્રહ માટેના મૂડીગત્‌‍ માલ પરની કસ્ટમ ડ્યૂટી માફી લંબાવવામાં આવી છે.
લિથિયમ આયન બૅટરીઝમાં વપરાતા મૂડીગત્‌‍ માલો પરની કસ્ટમ ડ્યૂટી માફી જળવાઈ રહેવાની સાથે તેમ જ ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો માટેની બૅટરીઝ બનાવવા માટેનાં લિથિયમ આયન સેલ અને તેના પાર્ટસ પરની રાહતના દરની ડ્યૂટી વધુ બે વર્ષ અથવા તો માર્ચ 2028 સુધી જળવાઈ રહેતા દેશની ઈલેક્ટ્રિક વાહનોની સઘન ઈકોસિસ્ટમ સ્થાપવામાં મદદરૂપ થશે, એમ સિઆમના પ્રમુખ શૈલેષ ચંદ્રએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે વર્ષ 2026-27ના અંદાજપત્રને લાંબાગાળા પર ફોકસ કરતું અને ઉત્પાદન, માળખાકીય, ફ્રેઈટકોરિડોર, જળમાર્ગ અને રાજકોષીય પર ભાર મૂકીને આર્થિક વૃદ્ધિદર મજબૂત બનાવવાનો લક્ષ્યાંક ધરાવતું અંદાજપત્ર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button