વેપાર

ઓટો, કેપિટલ ગુડ્સ અને બેન્ક્સ શૅરોમાં લાવલાવનો મહોલ, માર્કેટ કૅપ ₹ ૪૨૦.૨૨ લાખ કરોડ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે આગલા ૭૪,૨૨૧.૦૬ બંધથી ૧૧૯૬.૯૮ પોઈન્ટ્સ (૧.૬૧ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૪,૨૫૩.૫૩ ખૂલી નીચામાં ૭૪,૧૫૮.૩૫ અને ઉપરમાં ૭૪,૪૯૯.૯૧ સુધી જઈને અંતે ૭૪,૪૧૮.૦૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૭ કંપનીઓ વધી હતી જ્યારે ૩ કંપનીઓ ઘટી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૪.૨૮ લાખ કરોડ વધીને રૂ. ૪૨૦.૨૨ લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૧.૬૩ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૩૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા, બીએસઈ લાર્જકેપ ૧.૨૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૧૭ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૧૨ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૧૩ ટકા અને બીએસઈ મિડકેપ ૦.૫૮ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૮ ટકા અને એસએમઈ આઈપીઓ ૨.૬૬ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ ઓટો ૨.૨૮ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૧૩ ટકા, બેન્કેક્સ ૧.૯૮ ટકા, બીએસઈ સર્વિસીસ ૧.૬૩ ટકા, બીએસઈ ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૬૪ ટકા, બીએસઈ ટેલિકોમ્યુનિકેશન્સ ૧.૫૬ ટકા, બીએસઈ ટેક ૧.૪૨ ટકા, બીએસઈ ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૧૮ ટકા, બીએસઈ ઓઈલ્સ એન્ડ ગેસ ૧.૧૩ ટકા, બીએસઈ રિયલ્ટી ૧.૦૮ ટકા અને બીએસઈ એનર્જી ૦.૯૬ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મેટલ ૦.૪૦ ટકા ઘટ્યો હતો.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરૂવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૮૭.૨૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૮૪૨ સોદામાં ૧,૧૪૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૪,૫૨,૦૨૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ગુરૂવારે રૂ. ૪,૬૭૦.૯૫ કરોડની જ્યારે ડીઆઈઆઈએ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર) રૂ. ૧૪૬.૫૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button