વેપાર

જાપાની અર્થતંત્રના સુધારા વચ્ચે નીક્કીમાં આગેકૂચ, અમેરિકામાં પીછેહઠ

મુંબઈ: અમેરિકામાં ટ્રમ્પના ચૂંટણી વિજયનો ઉન્માદ ઓસરતો રહ્યો હોવાથી મોટી જમ્પ બાદ અમેરિકાના શેરબજારોમાં ફ્યુચર્સમાં અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે એશિયાઇ બજારોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો. જોકે, જાપાનીઝ અર્થતંત્રમાં સુધારા વચ્ચે નીક્કી ૨૨૫ બેન્ચમાર્કમાં આગેકૂચ જોવા મળી હતી. ટોકિયોમાં નીક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૩ ટકા વધીને ૩૮,૬૪૨.૯૧ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. હોગંકોંગનો હેંગસેંગ ૦.૧ ટકા, ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી એએસએક્સ ૨૦૦ ૦.૭ ટકા વધ્યો હતો જ્યારે ચાઇનાનો શાંઘાઇ કમ્પોઝિટ ૧.૫ ટકા ગબડ્યો હતો.
ડોલર સામે યેન નબળો પડતા નિસ્સાન મોટર્સનો શેર શુક્રવારે ૪.૫ ટકા ઊછળ્યો હતો. અન્ય નિકારકાર કંપનીના શેરમાં પણ સુધારો હતો. જાપાનની ઇકોનોમીએ જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૦.૯ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે, જે તે અગાઉના કવાર્ટરના ૦.૫ ટકાથી વધુ છે. બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો ચાલુ રાખીને તે આગામી નાણાવર્ષના પૂર્વાર્ધમાં તે એક ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે.


Also read: લગ્નસરા વખતે સારા સમાચારઃ સોના-ચાંદીના ભાવ તૂટ્યા, વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે


ભારતીય શેરબજાર ગુરુ નાનક જયંતિ નિમિત્તે બંધ રહ્યું હતું. જોકે, એફઆઈઆઈની સતત વેચવાલી, નિરાશાજનક ત્રિમાસિક પરિણામો અને વધતા જતા ફુગાવા વચ્ચે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહેવાની ધારણા છે. કોર્પોરેટ ક્ષેત્રે નાણાકીય પરિણામોની મોસમ ચાલુ રહી છે. આઇટી સોલ્યુશન પ્રોવાઇડર કંપની રોક્સ (આરઓએકસ) હાઇ ટેક લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પૂર્વાર્ધના અનઓડિટેડ પરિણામમાં રૂ. ૮૪.૮૦ કરોડની આવક અને રૂ. ૧૦.૨૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૧૮.૫૭ કરોડ, એબિટા માર્જિન ૨૧.૮૯ ટકા અને પીએટી માર્જિન ૧૨.૦૪ ટકા રહ્યું છે. સેબીએ એબીબી લિમિટેડને ઇન્સાઇડર ટ્રેડિંગ સંદર્ભે ચેતવણી પત્ર આપ્યો છે.

મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાએ પહેલી જાન્યુઆરીથી તેના વાહનોના ભાવમં ત્રણ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. લકઝરી રિસોર્ટ કંપની પ્રવેગ લિમિટેડે બીજા કવાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે પાછલા વર્ષના સમાનગાળાના રૂ. ૧૪.૬૪ કરોડ સામે રૂ. ૩૫.૫૮ કરોડની આવક અને રૂ. ૨.૧૦ કરોડ સામે રૂ. ૧.૪૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૪.૪૮ કરોડ સામે રૂ. ૧૦.૫૮ કરોડ રહ્યો છે.


Also read: Reliance અને Disneyએ મર્જરને અંતિમ સ્વરૂપ આપ્યું; નવું પ્લેટફોર્મ આ નામે ઓળખાશે


આર્કેડ ડેવલપરનો બીજા ક્વાર્ટરનો નફો નવ ટકા ઘટીને રૂ. ૪૩.૩૬ કરોડ નોંધાયો છે. વીએફએક્સ સ્ટુડિઓ બેસિલિક્સ ફ્લાઇ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પૂર્વાર્ધના અનઓડિટેડ પરિણામમાં રૂ. ૩૫.૧૪ કરોડની સ્ટેન્ડઅલોન અને રૂ. ૭૭.૩૪ કરોડની કોન્સોલિડેટેડ આવક અને રૂ. ૧૦.૩૨ કરોડનો સ્ટેન્ડઅલોન અને રૂ. ૧૨.૩૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. રોઝમેર્ટા જિડીટલ સર્વિસિસે તેનો રૂ. ૨૦૬ કરોડનો એસએમઇ આઇપીઓ પોસ્ટપોન કર્યો છે.

સેન્કો ગોલ્ડનો બીજા ક્વાર્ટરનો નફો ૧.૦૬ ટકી વધીને રૂ. ૧૨.૧૦ કરોડ રહ્યો છે. કર્ણાટકમાં સિમેન્ટ અને સોલર પાવરનું ઉત્પાદન અને વિતરણ કરતી શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે બીજા કવાર્ટરમાં રૂ. ૨૫.૩૬ કરોડની આવક અને રૂ. ૩. ૦૪ કરોડનો એબિટા તથા અર્ધવાર્ષિક ધોરણે રૂ. ૫૬.૬૦ કરોડની આવક અને રૂ. ૧૧.૧૧ કરોડનો એબિટા નોંધાવ્યો છે.

દરમિયાન પાછલા સપ્તાહે બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૨.૬૪ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૨.૭૫ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૨.૯૮ ટકા, બીએસઈ મિડકેપ ૩.૮૯ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૪.૬૧ ટકા ઘટ્યા હતા.

બીએસઈ આઈપીઓ ૪.૮૧ ટકા અને એસએમઈ આઈપીઓ ૭.૪૦ ટકા ઘટ્યો હતો. સેકટરલ ઈન્ડેક્સમાં બીએસઈ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૨૫ ટકા અને ટેક ૦.૧૮ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ૫.૧૨ ટકા, મેટલ ૫.૦૨ ટકા, કેપિટલ ગુડ્સ ૪.૯૭ ટકા, પીએસયુ ૪.૭૨ ટકા, ઈન્ફ્રા ૪.૬૯ ટકા, એફએમસીજી ૪.૪૪ ટકા, ઓટો ૪.૨૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૧૧ ટકા, હેલ્થકેર ૩.૫ ટકા, બેન્કેક્સ ૨.૬૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૪૯ ટકા અને રિયલ્ટી ૨.૦૯ ટકા ઘટ્યા હતા.


Also read: ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ


એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી માત્ર ચાર સ્ક્રિપ વધી હતી: ઈન્ફોસિસ ટેકનોલોજી ૧.૭૭ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૧૭ ટકા, ટેક મહિન્દ્ર ૦.૨૫ ટકા, અને ટીસીએસ ૦.૦૩ ટકા વધ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button