વેપાર અને વાણિજ્ય

ખાંડના અતિરિક્ત પુરવઠાને ધ્યાનમાં લેતાં નિકાસ અંગે ફેર વિચારણા કરવા ઈસ્માનો સરકારને અનુરોધ

મુંબઈ: દેશમાં ખાંડના અતિરિક્ત પુરવઠા અને ખાંડ મિલો નાણાં ખેંચનો સામનો કરી રહી હોવાથી સરકારે ખાંડની નિકાસ મંજૂરી આપવા માટે ફેર વિચરણા કરવી જોઈએ, એમ ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને જણાવ્યુ છે.

ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ ૨૦૨૩-૨૪માં ૩૬ લાખ ટન ખાંડનો અતિરિક્ત પુરવઠો રહેવાનો અંદાજ મૂકી રહ્યું છે, જ્યારે નિષ્ણાતો ૯૧ લાખ ટનનો અતિરિક્ત પુરવઠો રહેવાનો અંદાજ મૂકી રહ્યા છે. આ અતિરિક્ત જથ્થાથી મિલો પર ફાઝલ સ્ટોકને કારણે નાણાકીય ભારણમાં વધારો થશે, એમ ઈસ્માએ એક યાદીમાં જણાવતાં દલીલ કરી હતી કે સ્થાનિકમાં ઉત્પાદન અને ઉપલબ્ધતા સંતોષજન કરતાં વધુ છે અને ઈથેનોલની ભેળવણીનો કાર્યક્રમનો વહીવટ પણ અસરકારક રીતે થઈ શકે તેમ છે. ઈસ્માના ડિરેક્ટર જનરલ દિપક બલ્લાનીએ જણાવ્યું હતું કે ખાંડની નિકાસને મંજૂરી આપવામાં આવશે તો પણ સથાનિકમાં પર્યાપ્ત સ્ટોક રહેશે અને ઈથેનોલના કાર્યક્રમને ટેકે મિલોની નાણાકીય પ્રવાહિતા જળવાઈ રહેવાની સાથે ખેડૂતોને સમયસર ચુકવણી પણ થશે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની મોસમ માટે શેરડીના સામાન્ય વળતરદાયી ભાવ ક્વિન્ટલે રૂ. ૨૫ વધારીને રૂ. ૩૪૦ કર્યા છે. આથી ઈસ્માનું માનવું છે કે શેરડીના વળતરદાયી ભાવમાં વધારો થવાથી મિલોના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સાથે નાણાકીય બોજો પણ વધશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા