વેપાર

ચાંદીમાં ₹344ની આગેકૂચ, સોનામાં ₹11નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્વિક
સોનાની તેજીને બ્રેક લાગતા ગત ફેબ્રુઆરીના મધ્ય પછી પહેલી વખત સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે 0.3%નો અને 0.2%નો ધીમો સુધારો જોવા મળ્યો હતો તેમ જ ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 1.1%ના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ ₹11નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ ₹344 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સ્થાનિકમાં મુખ્યત્વે .999 ટચ ચાંદીમાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોનું સટ્ટાકીય આાકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ ₹344ના સુધારા સાથે ₹74,125ના મથાળે રહ્યા હતા.

જોકે, સોનામાં વૈશ્વિક બજારનાં મિશ્ર અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ ₹11ના સાધારણ સુધારા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 65,292 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 65,534ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાધારણ 0.3% વધીને ઔંસદીઠ $2167.72 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે ગત ફેબ્રુઆરીના મધ્ય પછીનો સૌથી પહેલો 0.5% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે વાયદામાં ભાવ 0.2% વધીને ઔંસદીઠ $2172.10 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે 1.1% વધીને ઔંસદીઠ $25.09 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અમેરિકામાં ગત ફેબ્રુઆરી મહિનામાં વધારો થવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં સોનામાં મોટી તેજીની શક્યતા ન હોવાનું ઈન પ્રુવ્ડ પ્રીસિયસ મેટલ્સના ટ્રેડર હ્યુગો પાસ્કલે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્વિક
સોના માટે ઔંસદીઠ $2200ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.

વધુમાં રૉઈટર્સના માર્કેટ વિશ્ર્લેષક વૉંગ તાઉએ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઔંસદીઠ $2169થી $2175 આસપાસની રેન્જમાં અથડાતા રહેવાની તેમ જ ઔંસદીઠ ૨૧૫૨ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હાલમાં 61% બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker