આઈપીઓમાં ૩૪૦૦ પોઈન્ટથી મોટો ઉછાળો, માર્કેટ કેપ ₹ ૪૩૪ લાખ કરોડની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો હતો એ સાથે માર્કેટ કેપ રૂ. ૩.૨૧ લાખ કરોડ વધીને રૂ. ૪૩૪.૮૮ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ગુરુવારના ૭૬,૮૧૦.૯૦ના બંધથી ૧૮૧.૮૭ પોઈન્ટ્સ (૦.૨૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૬,૯૧૨.૩૮ ખૂલીને નીચામાં ૭૬,૫૪૯.૦૫ સુધી અને ઉપરમાં ૭૭,૦૮૧.૩૦ સુધી જઈને અંતે ૭૬,૯૯૨.૭૭ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.
બેન્ચમાર્કની ૧૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૪ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૩,૯૮૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૨૩૮ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૬૨૫ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. બધા બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ મિડકેપ ૧.૧૮ ટકા, સ્મોલકેપ ૧.૦૩ ટકા અને બીએસઈ ઓલકેપ ૦.૬૪ ટકા વધ્યા હતા. સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૧ ટકા અને બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૧ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૮૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૪.૦૭ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બે ઈન્ડાયસીસ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૭૩ ટકા અને ટેક ઈન્ડેક્સ ૦.૭૩ ટકા ઘટ્યા હતા, જ્યારે મુખ્યત્વે ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૬૮ ટકા,કેપિટલ ગુડ્સ ૧.૬૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૩૧ ટકા, ઓટો ૧.૨૬ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૧.૧૫ ટકા, રિયલ્ટી ૦.૯૪ ટકા, પાવર ૦.૮૭ ટકા, હેલ્થકેર ૦.૭૬ ટકા, સર્વિસીસ ૦.૭૨ ટકા, કોમોડિટીઝ ૦.૬૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૫૫ ટકા અને મેટલ ૦.૫૧ વધ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંની મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૨૦ ટકા, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૧.૭૯ ટકા, એચડીએફસી બેન્કટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૮૮ ટકા,તાતા મોટર્સ ૦.૭૮ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૦.૭૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૬૭ ટકા, એક્શિસ બેન્ક ૦.૬૫ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૪૬ ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૧.૩૮ ટકા, તાતા ક્ધસલટન્સી ૧.૧૭ ટકા, વિપ્રો ૧.૦૫ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૯૩ ટકા,કોટક બેન્ક ૦.૫૪ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો ૦.૪૭ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૧૬૨.૩૫ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૫૧૮ સોદામાં ૨૦૭૫ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૩૦,૫૬,૬૬૭ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧૨,૭૫,૫૦,૮૪૫.૬૮ કરોડનું રહ્યું હતું.