વેપાર

રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં બંને બેન્ચમાર્ક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. કેપિટલ, ઈન્ફ્રા અને પીએસયુ શેરોની આગેવાનીમાં સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ૧,૪૯૩ પોઈન્ટ્સ વધ્યો છે. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૩,૯૧૭.૦૩ના બંધથી ૧,૪૯૩.૩૬ પોઈન્ટ્સ (૨.૦૨ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૩,૯૨૧.૪૬ ખૂલી મંગળવારે નીચામાં ૭૩૭૬૨.૩૭ અને શુક્રવાર, ૨૪ મે, ૨૦૨૪ ના રોજ ઉપરમાં ૭૫,૬૩૬.૫૦ સુધી જઈ અંતે ૭૫,૪૧૦.૩૯ પર બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૧૯.૯૯ કરોડ રહ્યું હતું, જે ૧૭ મે, શુક્રવારના અંતે રૂ. ૪૧૦.૨૪ લાખ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૨.૧૬ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૨.૦૯ ટકા, બીએસઈ-૫૦૦ ૨ ટકા, બીએસઈ મિડકેપ ૧.૫૮ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૮૫ ટકા વધ્યા હતા. એસએન્ડપી બીએસઈ આઈપીઓ ૦.૨૫ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૨.૭૪ ટકા ઘટ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર હેલ્થ કેર ૦.૦૧ ટકા ઘટ્યો હતો, જ્યારે કેપિટલ ગુડ્સ ૫.૯૫ ટકા, ઈન્ફ્રા ૫.૨૦ ટકા, પીએસયુ ૪.૬૧ ટકા, પાવર ૩.૧૫ ટકા, મેટલ ૩.૦૭ ટકા, રિયલ્ટી ૨.૭૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૭૧ ટકા, ઓટો ૨.૧૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૦૫ ટકા, ટેક ૧.૮૨ ટકા, બેન્કેક્સ ૧.૬૬ ટકા, આઈટી ૦.૯૯ ટકા અને એફએમસીજી ઈન્ડેક્સ ૦.૫૨ ટકા વધ્યા હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો ૪.૮૫ ટકા, ટાટા સ્ટીલ ૪.૩૨ ટકા, એચડીએફસી બેન્ક ૩.૪૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૨૮ ટકા અને ભારતી એરટેલ ૩.૨૦ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં સન ફાર્મા ૩.૦૩ ટકા, આઈટીસી ૦.૧૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૧૯ ટકા અને કોટક મહિન્દ્ર ૦.૩૫ ટકા ગબડ્યો હતો.

એ ગ્રુપની ૭૧૫ કંપનીઓમાં ૩૬૯ સ્ક્રિપ્સના ભાવ વધ્યા અને ૩૪૬ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. સેન્સેક્સમાંની ૨૮ સ્ક્રિપ્સ વધી હતી અને બે ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૭૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૪ સ્ક્રિપ્સ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૪૩ સ્ક્રિપ્સ વધી અને ૫૮ ઘટી હતી, મિડકેપમાંની ૧૨૭ સ્ક્રિપ્સમાંથી ૮૦ વધી અને ૪૭ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૯૯ સ્ક્રિપ્સમાંથી ૪૦૭ વધી અને ૫૯૨ ઘટી હતી.

કોર્પોરેટ પરિણામ ચાલુ રહ્યાં હતાં. ઓટોમોટિવ લેમ્પ્સના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર પૈકીની એક, ઉર્વી ટીએન્ડવેજ લેમ્પ્સ લિમિટેડે ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના ઓડિટેડ નાણાકીય પરિણામમાં રૂ. ૫૦.૧૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૩૪ કરોડની કુલ આવક અને પાછલા વર્ષના સમાનગાળીન ખોટ સામે ઉક્ત ગાળામાં રૂ. ૦.૫૫ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે. એબિટા ૧૯૫.૬૫ ટકા વધીને રૂ. ૧.૯૩ કરોડ નોંધાયું છે.

એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની નવી ફંડ ઓફર શુક્રવાર, ૩૧ મે, ૨૦૨૪ના રોજ બંધ થાય છે. ફંડ દ્વારા ઓટોમોટિવ અને તેની સંલગ્ન વ્યવસાય પ્રવૃત્તિઓ સાથે સંબંધિત અને અથવા તે થીમ અંતર્ગત તેમાંથી લાભ મળવાની શક્યતા ધરાવતી કંપનીઓની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવામાં આવશે. ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી ઓટો ટીઆરઆઇ રહેશે. હાયર એજ્યુકેશન ટેલેન્ટ સ્કીલ (હેટસ)એ ઓફ્ફઈ સાથેની ભાગીદારીમાં સ્કોલરશિપ ટેસ્ટ ફોર ઓલરાઉન્ડર્સની જાહેરાત કરી છે, જેમાં ૧૨માના તમામ ગ્રેડના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રની ટોચની યુનિવર્સિટીમાં ૧૦૦ ટકા સ્કોલરશિપ મેળવવાની તક મળશે. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા માર્કેટમાં સતત બીજા દિવસે અને સપ્તાહના અંતિમ દિવસે રેકોર્ડબ્રેક રેલી જોવા મળી હતી. નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટ્રા-ડે ટે્રડમાં ૨૩,૦૦૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ કર્યો હતો. જોકે, વિશ્ર્વબજારના સંકેત નબળા હોવા સાથે સ્થાનિક સ્તરે જોરદાર ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બજાર લપસી ગયું હતું.

બીએસઈનો ત્રીસ શેરવાળો સેન્સેક્સ ૭.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૭૫,૪૧૦.૩૯ પોઇન્ટના સ્તર પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૧૮.૪૬ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૭૫,૬૩૬.૫૦ પોઇન્ટની તેની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ સપાટી સુધી આગળ વધ્યો હતો.

નિફ્ટી દિવસ દરમિયાન ૫૮.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૨૩,૦૨૬.૪૦ પોઇન્ટના ઐતિહાસિક સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, સત્રને અંતે તે તમામ સુધારો ગુમાવીને ૧૦.૫૫ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકાના નજીવા ઘટાડા સાથે ૨૨,૯૫૭.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એફએમસીજી, આઇટી અને હેલ્થકેર શેરોમાં સારુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

ધ બે ઓફ બેંગોલ ઇનિશિએટિવ ફોર મલ્ટિસેકટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (બીમસ્ટેક)ચાર્ટરના ૨૭ વર્ષ બાદના અમલથી પ્રાદેશિક સહકારમાં વધારો થશે. ભારત ઉપરાંત બીમસ્ટેકના સભ્ય રાષ્ટ્રોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનનો સમાવેશ છે. બીમસ્ટેક દેશો વિશ્ર્વની કુલ વસતિમાં ૨.૨ ટકા હિસ્સો ધરાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત