નવી દિલ્હી : ભારતીય અર્થ વ્યવસ્થાને (Indian Economy) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ત્યારે આરબીઆઈ બુલેટિનના(RBI) એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.5 ટકાની ઝડપે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. RBIના મે માસના બુલેટિનમાં જાહેર કરાયેલા આર્ટીકલમાં ઝડપી વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યુ છે.
દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત
RBI બુલેટિનમાં લેખમાં જણાવ્યા અનુસાર ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એકંદર માંગ અને બિન-ખાદ્ય ખર્ચને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાની સંભાવના છે. હાલ દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને ભારતીય અર્થતંત્રે સપ્લાય ચેઇનને અસર કરતા પરિબળોનો સામનો કરવામાં અસર કારકતા દર્શાવી છે.
મોંઘવારી ઘટશે
રિઝર્વ બેંકે કહ્યું કે દેશનો મોંઘવારી દર બીજા છ મહિનામાં 4 ટકાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ માસિક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ફુગાવાનો લક્ષ્યાંક આ વર્ષના બીજા ક્વાટરમાં મોંધવારી દર ટકાઉ રહેશે અને નાણાકીય વર્ષ 2025 દરમિયાન પણ આ આંકડો લક્ષ્યની આસપાસ રહી શકે છે. આરબીઆઈએ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા રાખ્યો છે. તેમાં બે ટકાના વધારા- ઘટાડાનું અનુમાન પણ રાખ્યું છે.
આ કોઈ સત્તાવાર નિવેદન નથી પરંતુ અંદાજ છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે આંકડાકીય આધારની અસરને કારણે તે જુલાઈ-ઓગસ્ટમાં હેડલાઇન ફુગાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે અને સપ્ટેમ્બરમાં વેપારને રિવર્સ કરી શકે છે. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા પણ માસિક બુલેટિનના આ લેખના સહ-લેખકોમાં સામેલ હતા. રિઝર્વ બેંકનું કહેવું છે કે આ લેખમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો સત્તાવાર અભિપ્રાય નથી.
વર્તમાન મોંઘવારી દર શું છે?
નોંધનીય છે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 13 મેના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલમાં ભારતનો હેડલાઇન રીટલેટ ફુગાવો 4.83 ટકા હતો અને તેમાં મોટાભાગે કોઈ ફેરફાર થયો નથી. માર્ચમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ફુગાવો 10 મહિનાના નીચા સ્તરે 4.85 ટકા હતો. એપ્રિલમાં તે 11 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો