
બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બેંકે વર્ષ 2024ના જાહેર કરેલા વાર્ષિક ડેટામાં મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતીય ગ્રાહકોના ખાતાઓમાં થાપણો 11 ટકા વધીને 346 મિલિયન સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ રૂપિયા 37,600 કરોડ થાય છે. જે કુલ થાપણોના માત્ર દસમો ભાગ છે.
વર્ષ 2023માં 70 ટકાનો ઘટાડો નોંધાયો
જ્યારે વર્ષ 2023માં ભારતીયો અને ભારતીય કંપનીઓ દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાયેલા નાણાંમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તે વર્ષે થાપણોમાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો હતો. જેના કારણે કુલ રકમ ઘટીને લગભગ રૂપિયા 9771 કરોડ અથવા 1.04 અબજ સ્વિસ ફ્રેંક થઈ ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આ સૌથી નીચું સ્તર હતું. પરંતુ વર્ષ 2024માં આ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો. આ વર્ષે સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. જે વર્ષ 2021 પછીનો સૌથી મોટો વધારો માનવામાં આવે છે. વર્ષ 2021માં ભારતીય નાણાં 14 વર્ષની ઊંચી સપાટી 3.83 અબજ સ્વિસ ફ્રેંક પર પહોંચ્યા હતા.
આ આંકડા સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બેંક સ્વિસ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.જે બેંકોમાંથી સત્તાવાર રીતે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. આ ઉપરાંત તેમાં ભારતીયો, બિન-નિવાસી ભારતીયો (NRI) અથવા અન્ય લોકોએ ત્રીજા દેશની કંપનીઓ અથવા સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં રાખેલા નાણાંનો સમાવેશ થતો નથી.
2006 માં જમા કરાયેલી સૌથી વધુ
સ્વિસ નેશનલ બેંકના ડેટા અનુસાર, 2006 માં કુલ રકમ લગભગ 6.5 અબજ સ્વિસ ફ્રેંકની રેકોર્ડ ઊંચી સપાટીએ હતી. ત્યારબાદ, 2011, 2013, 2017, 2020 અને 2021 સહિત કેટલાક વર્ષો સિવાય, તે મોટાભાગે નીચે તરફ વલણ ધરાવે છે. બીજી બાજુ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ ના સ્થાનિક બેંકિંગ આંકડા 2024 દરમિયાન આવા ભંડોળમાં લગભગ 6 ટકાનો વધારો દર્શાવે છે જે 74.8 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા 650 કરોડ થયો છે.જોકે, વર્ષ 2020 માં લગભગ 39 ટકાની વૃદ્ધિ પછી વર્ષ 2023 માં તેમાં 25 ટકા, વર્ષ 2022 માં 18 ટકા અને વર્ષ 2021 માં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
વર્ષ 2019 માં 7 ટકાનો વધારો
આ આંકડામાં સ્વિસ-નિવાસી બેંકોના ભારતીય બિન-બેંક ગ્રાહકોને આપવામાં આવેલી થાપણો તેમજ લોનનો સમાવેશ થાય છે અને વર્ષ 2018 માં 11 ટકા અને વર્ષ 2017 માં 44 ટકાના ઘટાડા પછી વર્ષ 2019 માં 7 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2007 ના અંતમાં તે 2.3 અબજ ડોલર એટલે કે 9000 કરોડ રૂપિયાથી વધુની ટોચ પર પહોંચી ગયું હતું.