ઊંચી ટૅરિફની અસર હળવી કરવા સ્ટીલના ઉત્પાદન બનાવનારાઓએ મૂલ્યવર્ધિત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રીત કરવું

નવી દિલ્હીઃ ભારતીય ઉત્પાદનો પર વૈશ્વિક બજારોમાં લાદવામાં આવેલી ઊંચી ટૅરિફની માઠી અસર હળવી કરવા માટે ઉચ્ચ મૂલ્યનાં કોલ્ડ રોલ્ડ સ્ટીલ કમ્પોનન્ટ્સ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેનાં પર ટૅરિફના નીચા દર છે તેની નિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એમ કસ્ટમાઈઝ્ડ સ્ટીલ ટ્યૂબ અને પ્રોફાઈલની ઉત્પાદક મધર ઈન્ડિયા ફોર્મિંગ (એમઆઈએફ)નાં ડિરેક્ટર ધિરેન્દ્ર સંખલાએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતીય સ્ટીલ પરની ટૅરિફ વધારીને 50 ટકા કરી છે, જ્યારે યુરોપિયન યુનિયને નવાં ટૅરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ યુકે સહિતનાં દેશોમાં વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે.
આ પણ વાંચો: અમેરિકાના ઊંચા ટૅરિફથી લેધર ઉદ્યોગની આવક 10થી 12 ટકા ઘટવાની શક્યતા
ભારતનાં મેક ઈન ઈન્ડિયા વિઝનને વિશ્વએ પડકાર્યો છે અને ભારતીય ઉત્પાદકોએ વૈશ્વિક સ્તરની ગુણવત્તા અને ધારાધોરણો અપનાવીને સ્ટીલનાં વૉલ્યૂમને પ્રિસિસન સ્વરૂપના કમ્પોનન્ટ્સમાં રૂપાંતરિત કરીને મેડ ઈન ઈન્ડિયા બૅન્ચમાર્કથી તેનો પ્રતિસાદ આપ્યો છે. હવે ભારત માત્ર સ્ટીલ ઉત્પાદક દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વ માટે સોલ્યુશન પ્રોવાઈડર દેશ પણ બન્યો છે.
કોલ્ડ રોલ શીટ્સ ફોર્મિંગ સ્ટીલ કોઈલને એન્જિનિયર્ડ પ્રોફાઈલ્સ, ટ્યૂબ્સ અને કમ્પોનન્ટ્સમાં રૂપાંતરિત કરે છે જેને ઘણીવાર વિવિધ વેપારી હેતુઓ માટે અલગ રીતે વર્ગિકૃત કરવામાં આવે છે. આથી હવે ભારતીય નિકાસકારો ઉત્પાદકો પ્રિસિસન ફોર્મિંગ, સર્ફેસ ટ્રીટમેન્ટ અને પ્રિ એસેમ્બલી ઑફર કરીને સેમી ફિનિશ્ડ નિકાસમાંથી ફિનિશ્ડ નિકાસ તરફ વળવું જોઈએ જેથી નીચી ટૅરિફ લાગે, ખરીદદારો ઓછી લેન્ડિંગ કોસ્ટને કારણે વધુ આકર્ષાય એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફના મુદ્દે ટ્રમ્પનાં યુ ટર્નથી ડૉલર મજબૂત થતાં સોનાચાંદીની તેજીને પંક્ચર
જેમ જેમ ટૅરિફમાં વધઘટ થાય તેમ તેમ સ્થિતિસ્થાપક રહેતી વ્યૂહરચના સ્પષ્ટ થતી જાય. તેમાં એન્જિનિયરિંગ, ગુણવત્તાનો ઉમેરો કરો અને ફિનિશ્ડ ઉત્પાદનની નિકાસ કરો. દેશમાં ક્ષમતા વધી રહી છે, ટૅક્નોલૉજી સ્વીકૃતિ થઈ રહી છે અને સ્પર્ધાત્મક આર્થિક શ્રમિક યંત્રણા હોવાથી ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય ધોરણોનુસાર પ્રિસિસન પ્રોફાઈલ પ્રદાન કરી શકે છે. જે ખરીદદારોને નીતિવિષયક બદલાવ સામે સલામતી આપે છે તેમ જ ભારતમાં મૂલ્યનું સર્જન થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષ 2024માં 14.94 કરોડ ટન સ્ટીલના ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે રહ્યું હતું.



