મુંબઇ : ભારતીય કંપની અને ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ ઇઝી માય ટ્રીપ( EaseMyTrip)એ પ્લેનેટ એજ્યુકેશન ઓસ્ટ્રેલિયા લિમિટેડની પેઇડ-અપ શેર મૂડીના 49 ટકા હસ્તગત કરવાની જાહેરાત કરી છે. જેના માધ્યમથી કંપની ઇન્ટરનેશનલ સ્ટડી ટુરિઝમમાં પ્રવેશશે. આ એક્વિઝિશનથી ઇઝી માય ટ્રીપના ગ્રાહક આધાર, એજન્ટ નેટવર્ક, ટેક્નોલોજી ક્ષમતાઓ અને પ્લેનેટ એજ્યુકેશનના વ્યાપક વૈશ્વિક શિક્ષણ નેટવર્કને કો-ઓર્ડિનેટ કરશે. શેરબજારમાં તેની લિસ્ટેડ કંપની ઈઝી ટ્રિપ પ્લાનર્સના શેર 30 રૂપિયાના સ્તરે છે. શેરનો 52 સપ્તાહનો મહત્તમ ભાવ રૂપિયા 54 અને નીચો ભાવ રૂપિય 28.45 છે. હાલ સ્ટોક તેના નીચલા સ્તરની નજીક છે.
Also read: ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ
પ્લેનેટ એજ્યુકેશનનું મુખ્ય મથક સિડની
આ અંગે ઇઝી માય ટ્રીપ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ અને સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ જેવા દેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તેમણે કહ્યું કે પ્લેનેટ એજ્યુકેશનનું અમારું સંપાદન એ ઝડપથી વિકસતા આંતરરાષ્ટ્રીય ટૂરિઝમ એજ્યુકેશનમાં પ્રવેશવા માટે એક વ્યૂહાત્મક પગલું છે. પ્લેનેટ એજ્યુકેશનનું મુખ્ય મથક સિડની છે. તેમજ તેની 25 દેશોમાં ઓફિસો છે. વિશ્વભરની 350 થી વધુ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ છે.
કંપનીની નાણાંકીય સ્થિતિ
30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના નફામાં ઘટાડો થયો છે. તે લગભગ ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 45.2 ટકા ઘટીને રૂપિયા 26 કરોડ થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું ચોખ્ખું ચાણ વાર્ષિક ધોરણે 2.1 ટકા વધીને રૂપિયા 144.7 કરોડ થયું છે.
Also read: ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે
માલદીવની ફ્લાઈટ ફરી શરૂ કરી
ઇઝી માય ટ્રીપએ માલદીવ માટે ફ્લાઈટ બુકિંગ સેવા ફરી શરૂ કરી છે. ઇઝી માય ટ્રીપે આ વર્ષે જાન્યુઆરીમાં માલદીવ અને ભારત વચ્ચે વિવાદ માટે માલદીવ માટે ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, માલદીવના ત્રણ મંત્રીઓએ લક્ષદ્વીપની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી.