વેપાર

અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલથી ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં માગ પ્રોત્સાહિત થશેઃ સીએઆઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જતાં હવે ભારતીય ટેક્સ્ટાઈલ પર 18 ટકા ટૅરિફ અમલી થયાના અહેવાલને સમગ્ર રૂ ઉદ્યોગ અને વેપારી આલમે આવકાર્યો હોવાનું કોટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે દ્વીપક્ષીય વેપારના સંદર્ભમાં આ એક સકારાત્મક અને દુરંદેશીભર્યું કદમ છે જેનો બન્ને દેશોને લાભ થશે અને પારસ્પારિક સંબંધો પણ મજબૂત થશે, એમ કોટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે.

એસોસિયેશનના પ્રમુખ વિનય કોટકે યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય ટેક્સ્ટાઈલ માટે અમેરિકા એક મોટો અને મહત્ત્વનો ભાગીદાર દેશ છે અને લાંબાગાળાની વેપાર યોજના, સ્પર્ધાત્મકતા અને ભારત અને અમેરિકા વચ્ચે સઘન સહકાર માટે સ્થિર વેપાર નીતિની આવશ્યકતા છે.

આપણ વાચો: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી, વોશિંગ્ટનમાં શરૂ થશે ત્રણ દિવસીય વાટાઘાટો

અમેરિકાએ ભારતથી આયાત થતી ચીજો પરની ટૅરિફ જે 50 ટકા હતી તે ઘટાડીને 18 ટકા કરતાં ભારતીય ઉત્પાદનો પરનું ભાવલક્ષી દબાણ હળવું થશે, બજાર એક્સેસમાં સુધારો થશે અને માગ પ્રોત્સાહિત થશે. તેમ જ ક્ષમતાનો પૂર્ણ વપરાશ થતાં રૂ અને ખેડૂતથી માંડીને જિનિંગ, સિસિંગ, ફેક્ટરીઓ, ઉત્પાદકો, નિકાસકારો સહિત ટેક્સ્ટાઈલ વૅલ્યૂ ચેઈનને તેના લાભ મળશે, એમ તેમણે યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button