વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો | મુંબઈ સમાચાર
વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો

મુંબઈઃ ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 3.51 અબજ ડૉલર વધીને 694.23 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 54 કરોડ ડૉલર વધીને 584.477 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

આપણ વાંચો: વિદેશી હૂંડિયામણ પણ તકલીફ ઊભી કરી શકે

ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્કયામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયનાં યુરો, પાઉન્ડ અને યેન જેવાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 3.53 અબજ ડૉલર વધીને 90.299 અબજ ડૉલરની સપાટીએ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 20 લાખ ડૉલર વધીને 4.751 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

જોકે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 3.4 કરોડ ડૉલર ઘટીને 18.742 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button