ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું: ડી બીયર્સ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારત ચીનને પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું હોવાનું જણાવતાં યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપની, ડી બીયર્સ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલ કૂકે બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં નોંધ્યું હતું કે ચીનનું લક્ઝરી બજાર હાલમાં મંદીનો સામનો કરી રહ્યું છે.
કુદરતી હીરાના ઝવેરાતની માગ માટે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર તરીકે આગળ વધી રહ્યું હોવાનું જણાવતાં ભારતની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે ચીનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું બજાર બન્યું છે. ભારતીય ઉદ્યોગ પહેલા ભારતમાંથી અને ભારત દ્વારા હીરા, પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો પરંતુ હવે તે ભારત માટે અને ભારતમાં હીરા વિશે વધુને વધુ છે.
આ પણ વાંચો: શેરબજારમાં શા માટે પડ્યો ૧૧૦૦ પોઇન્ટનો કડાકો? જાણો કારણ
તેમણે કહ્યું કે, બે હજાર વર્ષથી વધુ સમયથી ભારત વિશ્વના હીરા ઉદ્યોગના કેન્દ્રમાં રહ્યું છે. મેં મુંબઈ અને સુરતમાં પાછલા ત્રણ દિવસમાં તે ઇતિહાસ જાતે જોયો છે. પરંતુ મેં એ પણ જોયું છે કે ભારતમાં હીરાનું ભવિષ્ય ભૂતકાળ કરતાં પણ વધુ સારું હશે. મેં ભારતમાંનવીનતા જોઈ છે, સહકાર અને દૃઢ નિશ્ર્ચય જોયો છે. ભારતમાં કુદરતી હીરાની માગ ઝડપથી વધતી જાય છે. એલજીડી હોલસેલ વેલ્યુ પ્રતિ કેરેટ ૬૦ થી નીચે આવી રહી છે, એમ જણાવતાં તેમણે ટેકનોલોજી-સક્ષમ હીરા પરીક્ષણ અને ડાયમંડપ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટના મહત્વ પર ભાર આપ્યું હતું.