વેપાર અને વાણિજ્ય

આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં પણ છ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. જોકે, સ્થાનિકમાં ખાસ કરીને આયાતી તેલમાં ફરતા માલની ખેંચ વચ્ચે આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના ભાવમાં ૧૦ કિલોદીઠ અનુક્રમે રૂ. પાંચ અને રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. જોકે, માલખેંચને કારણે સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા વેપારને બાદ કરતાં હાજર અને ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપારનો અભાવ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે એકમાત્ર ગોલ્ડન એગ્રીના જૂન મહિનામાં ડિલિવરી શરતે આરબીડી પામોલિનના જેએનપીટીથી ડિલિવરી શરતે ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૯૩૩ અને કંડલાથી ડિલિવરી શરતે રૂ. ૯૦૫ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય અલાનાનાં ૨૦થી ૩૦ જુલાઈ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. ૯૨૦ અને જૂન-જુલાઈ ડિલિવરી શરતે સોયા અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. ૯૮૫ અને રૂ. ૧૦૦૦ તથા રૂચીના જુલાઈ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. ૯૨૦ અને સોયા તથા સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. ૯૮૫ અને રૂ. ૯૯૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે બે-પાંચ ટ્રક આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૮ આસપાસના મથાળે થયા હતા.

હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૨૮થી ૯૩૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૦, સોયા ડિગમના રૂ. ૯૩૦, સન રિફાઈન્ડના રૂ. ૯૮૦, સન ક્રૂડના રૂ. ૯૩૦, સિંગતેલના રૂ. ૧૫૧૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫થી ૯૨૦માં અને રૂ. ૧૪૫૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૨૫માં થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૦ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૬૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૬૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૬૭થી ૯૭૦માં થયાના અહેવાલ હતા. આ સિવાય આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૩.૫ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૧૦૦થી ૬૧૨૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૬૮માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૧૭૮માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૭૧૫થી ૨૭૨૦માં થયાના અહેવાલ હતા.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર