ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુમાં સુધારો | મુંબઈ સમાચાર

ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૭ અને રૂ. ૨૫નો ઉછાળો આવ્યો હતો. આ સિવાય ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં મર્યાદિત માગે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૭ વધીને રૂ. ૨૩૮૮ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૧૪૮૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ટીન અને નિકલની આગેવાની હેઠળ અન્ય ધાતુઓ જેમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું

Back to top button