વેપાર

ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને ધાતુના અગ્રણી વપરાશકાર દેશ ચીનની આર્થિક વૃદ્ધિની ચિંતા અને પશ્ર્ચિમના દેશો સાથેનાં ટ્રેડ વૉરને ધ્યાનમાં લેતા માગ ઓછી હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈને ટેકે કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે.

જોકે, આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન અને નિકલની આગેવાની હેઠળ કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ચારથી રૂ. ૩૭ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ખપપૂરતી માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિુનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૭ વધીને રૂ. ૨૯૭૨ અને રૂ. આઠ વધીને રૂ. ૧૪૮૦ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને અનુક્રમે રૂ. ૮૨૫ અને રૂ. ૭૭૫, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૫૨૫, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૮૩૯ અને રૂ. ૮૮૭ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૮૪૯ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે છૂટીછવાઈ માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૭૦, રૂ. ૧૮૭, ૨૪૦, રૂ. ૨૮૬ અને રૂ. ૧૯૬ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત