વેપાર

ટીન અને નિકલ સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭, રૂ. ૧૨ અને રૂ. સાતનો સુધારો આવ્યો હતો. આ સિવાય કોપરની અન્ય વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૩નો સુધારો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭ વધીને રૂ. ૧૪૪૭, રૂ. ૧૨ વધીને રૂ. ૨૨૦૦ અને રૂ. સાત વધીને રૂ. ૭૬૯ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે જે ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમાં કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૭૦૭, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૧૬, રૂ. ૬૯૪, રૂ. ૨૦૮ અને રૂ. ૨૨૭ના મથાળે રહ્યા હતા.જોકે, આજે એકમાત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સાર્વત્રિક સ્તરેથી નિરસ માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૪૭૩ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button