વેપાર
ખાંડમાં ₹ ૧૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગમા સાધારણ ઘટાડો થતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૨૦થી ૩૬૬૦ આસપાસની સપાટીએ રહ્યાના અહેવાલ હતા. જોકે, મથકો પર ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં એકંદરે માગ જળવાઈ રહેવાની સાથે માલની ગુણવત્તા પણ સારી આવતાં ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની જળવાઈ રહેલી આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.