વેપાર

મિડિયમ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦નો સુધારો

જુલાઈના મુક્ત વેચાણ માટે ૨૪ લાખ ટન ખાંડ છૂટી કરાઈ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની નિરસ માગ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં પ્રબળ માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહયું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે મોડી સાંજે અનાજ, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના અનાજ અને જાહેર વિતરણ વિભાગે આગામી જુલાઈ મહિનાના મુક્ત વેચાણ માટે ૨૪ લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૦૨થી ૩૭૮૫માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં પ્રબળ માગ અને અમુક માલની ગુણવત્તા એકંદરે સારી આવી હોવાથી તેના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૭૬૨થી ૩૯૦૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૪૫થી ૩૬૭૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૫થી ૩૭૮૫માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત