ટીન અને નિકલની આગેવાનીમાં ધાતુઓમાં સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

ટીન અને નિકલની આગેવાનીમાં ધાતુઓમાં સુધારો

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૦ સુધીની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. બેનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેવાની સાથે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ વધીને રૂ. ૨૩૩૮, રૂ. આઠ વધીને રૂ. ૧૪૧૮ અને રૂ. પાંચ વધીને રૂ. ૪૮૦ના મથાળે રહ્યા હતા.

આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો સહિત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૭૬૪, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૧૯, રૂ. ૭૧૦ અને રૂ. ૨૩૧ તથા કોપર આર્મિચર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૬૯૯ અને રૂ. ૨૦૬ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં મર્યાદિત માગે ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ ટકેલા રહ્યા હતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button