ખાંડમાં ₹ ૧૦નો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે દેશાવરોની માગ નિરસ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર વધુ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં થયા હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડમાં તથા નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું. આજે અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ પણ જળવાઈ રહ્યો હતો. જોકે, એકંદરે માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા હાજરમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૭૩૨થી ૩૮૦૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૨થી ૩૯૩૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.