વેપાર

નાકા ડિલિવરી ધોરણે ખાંડમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે હાજરમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ખપપૂરતી માગ વચ્ચે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે તાજેતરમાં મથકો પર ભાવમાં મક્કમ વલણ પ્રવર્તી રહ્યું હોવાથી આજે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૧૦ અને રૂ. ૩૦નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતા ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. ૩૭૨૨થી ૩૮૦૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૩૬થી ૩૯૬૦માં ટકેલા ધોરણે થયા હતા.

જોકે, મથકો પર ખાંડના ભાવમાં મક્કમ વલણ પ્રવર્તી રહ્યું હોવાથી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ વધીને રૂ. ૩૬૬૦થી ૩૭૦૦ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૦ વધીને રૂ. ૩૭૬૦થી ૩૮૦૦ની સપાટીએ રહ્યા
હતા.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…