વેપાર અને વાણિજ્ય

કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ, નિકલ, લીડ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ચારથી ૧૭નો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ટીન અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦નો અને રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ એકંદરે આજે બજારમાં સ્ટોકિસ્ટોની લે-વેચ તથા વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૧૬૨૫, રૂ. ૧૦ વધીને રૂ. ૭૭૦ અને રૂ. નવ વધીને રૂ. ૮૭૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૮૪૩ અને રૂ. ૧૯૫, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૫૨ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૫૨ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે ટીન અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૩૦૮૩ અને રૂ. બે ઘટીને રૂ. ૨૪૮ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…