વેપાર

નિરસ માગ અને મલયેશિયા પાછળ આયાતી તેલના ભાવ તૂટ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૫ રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં ફરતા માલની ખેંચ ઉપરાંત હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે નિરસ વેપાર તથા મલયેશિયાના નિરુત્સાહી અહેવાલે આયાતી તેલમાં ૧૦ કિલોદીઠ સોયા રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. ૧૦, આરબીડી પામોલિનમાં રૂ. નવ, ક્રૂડ પામતેલમાં રૂ. આઠ, સન રિફાઈન્ડમાં રૂ. પાંચ અને સોયા ડિગમમાં રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે નિરસ માગે દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ૧૦ ઘટી આવ્યા હતા.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ ધોરણે રૂચીનાં જુલાઈ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. ૯૨૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૯૫ ક્વૉટ થઈ રહ્યા હતા.

જ્યારે ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. ૯૩૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા. જોકે, આજે રૂચી અને અલાનાની અંદાજે ૧૦,૦૦૦ ટનની સ્ટીમર લાગી હોવાના અને આગામી ૨૦મી જૂને વધુ એક સ્ટીમર લાગતા સ્થાનિકમાં ફરતા માલની ખેંચ હળવી થવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૨૦થી ૯૨૧, ક્રૂડ પામતેલના રૂ. ૮૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૭૦, સોયા ડિગમના રૂ. ૯૨૦થી ૯૨૩, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૩૦, સિંગતેલના રૂ. ૧૫૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૦થી ૯૨૦માં અને રૂ. ૧૪૫૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૨૫માં થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૧૦ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૫૭૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૫૭૫થી ૪૬૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૫માં થયાના અહેવાલ હતા.

આ સિવાય આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ત્રણ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૦૦થી ૬૦૨૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૪૮માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૧૫૮માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૫૦થી ૨૬૫૫માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button