વેપાર

આયાતી તેલમાં ઊંચા મથાળેથી વેપાર નિરસ

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૪૫ અને પંચાવન સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં દેશી તથા આયાતી તેલના ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે સપ્તાહના અંતિમ સત્રમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં જેએનપીટીથી ડિલિવરી શરતે રૂ. ૧૪૦૦ અને કંડલા તથા મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૧૩૯૦ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના સન રિફાઈન્ડના રૂ. ૧૪૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૮૦ અને આરબીડી પામોલિનના રૂ. ૧૩૯૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૬૫, સન રિફાઈન્ડના રૂ. ૧૩૪૦, સિંગતેલના રૂ. ૧૫૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૫૦ અને સરસવના રૂ. ૧૩૯૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૧૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૧૫માં થયા હતા.

વધુમાં આજે રાજસ્થાનના મથકો પર સરસવની એક લાખ ગૂણીની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૮૨૫થી ૬૮૫૦માં, સરસવ એક્સપેલરના રૂ. ૧૪૦૫થી ૧૪૧૧માં અને કચ્ચી ઘાણીના રૂ. ૧૪૧૫થી ૧૪૨૧માં ટકેલા ધોરણે થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker