વેપાર અને વાણિજ્ય

ટેરિફ રેટ ક્ૉટા હેઠળ ક્રૂડ સનફ્લાવર અને રિફાઈન્ડ સરસવ તેલની આયાત મંજૂર

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૯ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં પણ ૩૫ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ૧૬ રિંગિટનો સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ક્રૂડ પામતેલ અને સોયા ડિગમમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચ વધી આવ્યા હતા, જ્યારે સન ક્રૂડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ભાવમાં સુધારાતરફી વલણ સાથે સેલરિસેલ અને ડાયરેક્ટ ડિલિવરી ધોરણે છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયાના અહેવાલ હતા. ગઈકાલે ફુગાવો અંકુશમાં રાખવાના પગલાંના એક ભાગરૂપે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડની જાહેર નોટિસ ૧૩/૨૦૨૪-૨૫માં વિદેશ વેપાર નીતિમાં ફેરફાર કરીને ટેરિફ રેટ ક્વૉટા હેઠળ શૂન્ય ટકા આયાત જકાત ધોરણે ૧,૫૦,૦૦૦ ટન ક્રૂડ અને ૧,૫૦,૦૦૦ ટન રિફાઈન્ડ રેપસીડ ઑઈલ (સરસવ રિફાઈન્ડ તેલ) સહિત અન્ય ચીજોની આયાત મંજૂર કરવામાં આવી હતી. તેમ જ નાફેડ જેવી સરકારી સહકારી સંસ્થાઓ મારફતે આયાત માટે મંજૂરી આપવામાં આવી છે. આજે સ્થાનિકમાં સેલરિસેલ ધોરણે અંદાજે ૧૦૦થી ૧૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૩થી ૯૦૫ આસપાસના મથાળે થયા હતા. આ સિવાય ડાયરેક્ટ ડિલિવરી શરતે ફોરવર્ડમાં રૂચીના અંદાજે ૫૦૦થી ૬૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૧થી ૯૦૫માં અને એએનએના અંદાજે ૧૦૦થી ૧૫૦ ટનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૭માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૦૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૫૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૦થી ૯૬૫, સોયા ડિગમના રૂ. ૯૧૫, સન રિફાઈન્ડના રૂ. ૯૬૦થી ૯૬૫, સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો