RBIના આ છ નિયમ જાણી લેશો તો CIBILને લઈને કોઈ નહીં બનાવી શકે ઉલ્લુ…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નાગરિકોની સુવિધા માટે દર થોડા સમયે તેની પોલિસીમાં ચેન્જ કરવામાં આવતા હોય છે. વારંવાર ક્રેડિટ સ્કોરને લઈને આરબીઆઈ પાસે આવેલી ફરિયાદોને પગલે હવે આરબીઆઈએ સીબીલ સ્કોરને લઈને છ નિયમ બનાવ્યા છે. થોડાક સમય પહેલાં આરબીઆઈ દ્વારા આને લઈને એક માસ્ટર ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી. સીબિલ સ્કોર સારો હોય તો લોન સરળતાથી મળી જાય છે આવો જોઈએ કયા છે આ છ નિયમો કે જેને કારણે તમારે કોઈ સામે પણ માથું નહીં ઝૂકાવવું પડે…
દર 15 દિવસે અપડેટ થશે સ્કોર
આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમ અનુસાર કસ્ટમર્સના ક્રેડિટ સ્કોર દર પંદર દિવસમાં અપડેટ છશે. આ નિયમ પહેલી જાન્યુઆરી, 2025થી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. ક્રેડિટ ઈન્સ્ટિટ્યૂશન ગ્રાહકોને દર મહિને ક્રેડિટની ઈન્ફોર્મેશન આપાવનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગ્રાહકોને સીબિલ ચેક કરવાની આપવી પડશે સૂચના
જ્યારે પણ કોઈ બેંક કે એનબીએફસી કોઈ ગ્રાહકનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરે છે તો એ ગ્રાહકોને એની જાણકારી આપવાનું ફરજિયાત છે. આ જાણકારી ગ્રાહકને એસએમએસ કે ઈમેલના માધ્યમથી મોકલાવી શકાય છે.
રિક્વેસ્ટ રિજેક્ટ કરવા માટે આપવું પડશે કારણ
જો કોઈ ગ્રાહકની રિક્વેસ્ટ રિજેક્ટ કરવામાં આવે તો તેના માટે કારણ આપવાનું આવશ્યક છે. જેનાથી ગ્રાહકને સમજવામાં સરળતા રહેશે કે કયા કારણે તેની રિક્વેસ્ટ રિજેક્ટ કરવામાં આવી છે. રિક્વેસ્ટ રિજેક્ટ કરવાના કારણોની યાદી બનાવીને એને તમામ ક્રેડિટ ઈન્સ્ટિટ્યૂશન્સને મોકલવું જરૂરી છે.
વર્ષમાં એક વખત ગ્રાહકોને આપવો પડશે ફૂલ ક્રેડિટ રિપોર્ટ
ક્રેડિટ કંપનીઓએ વર્ષમાં એક વખત કસ્ટમરને એક ફ્રી ફૂલ ક્રેડિટ સ્કોર રિપોર્ટ આપવો પડશે. આ માટે ક્રેડિટ કાર્ડ કંપનીને પોતાની વેબસાઈટ પર એક લિંક ડિસ્પ્લે કરવી પડશે, જેથી ગ્રાહકો સરળતાથી પોતાનો ફ્રી ફૂલ ક્રેડિટ રિપોર્ટ ચેક કરી શકે. આને કારણે ગ્રાહકોને વર્ષમાં એક વખત પોતાનો સીબિલ સ્કોર અને પૂરી ક્રેડિટ હિસ્ટ્રી જાણી શકશે.
ડિફોલ્ટ રિપોર્ટ કરતાં પહેલાં ગ્રાહકોને કરવી પડશે જાણ
જો કોઈ કસ્ટમરને ડિફોલ્ટ જાહેર કરવાનો છે તો પહેલાં ગ્રાહકને તેની જાણ કરવી પડશે. લોન આપનારી સંસ્થાને એસએમએસ, ઈમેલ મોકલાવીને તેની જાણકારી શેર કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય એવું પણ જણાવવામાં આવ્યું છે કે બેંક અને લોન આપનારી સંસ્થાઓ નોડલ ઓફિસર રાખે. નોડલ ઓફિસર ક્રેડિટ સ્કોર સંબંધિત સમસ્યા ઉકેલવાનું કામ કરશે.
30 દિવસની અંદર ફરિયાદોનું નિવારણ
જો ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપની 30 દિવસની અંદર ગ્રાહકની ફરિયાદનું નિવારણ ના લાવી શકાય તો તેને દરરોજના 100 રૂપિયાના હિસાબે દંડ ચૂકવવો પડશે, એટલે જેટલા મોડા ફરિયાદનું નિવારણ એટલું વધું દંડ ચૂકવવો પડશે. લોન આપનારી કંપનીઓ 21 દિવસ અને ક્રેડિટ બ્યુરોને 9 દિવસનો સમય આપવામાં આવશે. 21 દિવસમાં ક્રેડિટ બ્યુરોને જાણ ના કરી કરી તો દંડ ભરવો પડશે. જ્યારે બેંકને જાણ કર્યાના 9 દિવસમાં જો ફરિયાદનું નિવારણ નહીં કરવામાં આવે તો ક્રેડિટ બ્યુરોને તેની ભરપાઈ કરવી પડશે.
આ પણ વાંચો…બદલાશે તમારા ખિસ્સામાં રહેલી આ નોટ, RBIએ કરી જાહેરાત, જાણી લેશો તો ફાયદામાં રહેશો…