વેપાર અને વાણિજ્ય

મારે જલદી આગળ આવવું છે !!

સફળતાનું રહસ્ય અથાગ પરિશ્રમમાં જ છુપાયેલું હોય

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

જિંદગીમાં કોને જલદી આગળ આવવાની ઉતાવળ નથી હોતી? આબાલ વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ કે તવંગર દરેકને જીવનમાં જલદી સફળતા જોઇએ છીએપણ તેના માટે જે બલિદાન આપવા પડે છે તેના માટે કેટલાની તૈયારીઓ હોય છે? કારણ કે સફળતાનો રસ્તો હાઇવે નથી તે તો નદીઓ, પર્વતો અને ધગધગતા રણમાંથી પસાર થાય છે.

અમેરિકા બેઝડ એપલ ઇન્ક.એ વિશ્ર્વની નં. ૧ કંપની છે અને દરેક આઇટી એન્જિનિયર તેમાં જોબ મેળવવાનું સપનું જોતો હોય છે. એપલમાં જોબ મતલબ લાઇફ ટાઇમની સલામતી અને કમ્ફર્ટની ગેરેન્ટી, આવા એપલ ઇન્ક.માં કામ કરતા હજારો એન્જિનિયર્સમાંનો એક હતો રોબર્ટ પેરા.

રોબર્ટ પેરા : ૧૦ માર્ચ ૧૯૭૮માં અમેરિકાના સેન કાર્લોસમાં જન્મેલ રોબર્ટ પેરાના પિતા બિઝનેસ ક્ધસલ્ટન્ટ હતા અને માતા પબ્લિક રિલેશન ઑફિસર. નાનપણથી જ પેરાને કમ્પ્યુટર ટેક્નોલોજી અને ખાસ કરીને ઇન્ટરનેટ એપ્લિકેશનમાં અનહદ
રસ હતો.

નાનપણમાં રોબર્ટ પેરાને ભાગ્યે જ કોઇને થતી હાર્ટ વાલ્વ ઇન્ફેકશનની બીમારી થવાના કારણે શાળામાં એક વર્ષ ભણતર પણ ગુમાવવું પડેલું હતું. આ તકલીફ હોવા છતાં પણ તેણે શાળા અને કૉલેજનું ભણતર પૂરું કરીને ઇલેકિટ્રક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને સાથોસાથ જાપાનીઝ ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું. જાન્યુઆરી ૨૦૦૩માં ૩૩ વર્ષની વયે પેરાને એપલમાં તેને એરપોર્ટ વાઇ ફાઇ સ્ટેશનમાં એન્જિનિયર તરીકેની જોબ મળી ગઇ.

પેરાની નવી જિંદગીની શરૂઆત : પેરાના જીવનનો મંત્ર હતો “મારે જલદી સફળ થવું છે એપલમાં નોકરી કરતા એ શક્ય ન હોવાના કારણે જોબ મળ્યાના બે વર્ષમાં જ ફેબ્રુઆરી ૨૦૦૫માં તેણે એપલની સેફ જોબ છોડી પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાનું
નક્કી કર્યું.

એપલની જોબ છોડયાંના ૪ મહિનામાં તો જૂન ૨૦૦૫માં તેણે તેની બચત, ક્રેડિટ કાર્ડ ઉપર મળતી રોકડ બધુ ભેગુ કરીને ૩૦,૦૦૦ ડૉલર્સ રોકીને “યુબીકવીટી નેટવકૅર્સ નામની ઇન્ટરનેટ વાઇ ફાઇની કંપની સ્થાપી. પેરાએ જોયું કે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ઝેક રિપબ્લિક દેશોમાં પૂરતુ અંડરગ્રાઉન્ડ વાયરિંગ ના હોવાના કારણે કેટલાય એવા એરિયા છે કે જેમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી અને ઇન્ટરનેટ સેવાની માંગ દિનપ્રતિદિન વધતી જ રહેવાની છે જે આવા પ્રદેશોમાં માત્ર વાઇ ફાઇ ઇન્ટરનેટ જ પૂરી પાડી શકે તેમ છે તેથી તેણે ટાર્ગેટ માર્કેટ ઇમર્જિંગ દેશો જ બનાવ્યા. તેના ગણિત મુજબ જે પ્રોડક્ટ આ દેશોમાં વાઇ ફાઇ પ્રેડકટસ ૧૦૦ ડૉલર્સમાં મળે છે જે તે ૮૨ ડૉલર્સમાં માર્કેટમાં વેંચી શકે તેમ છે. કંપનીની વેબસાઇટ બનાવી કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. થોડા સમયમાં જ ૩૦૦૦ પીસનો ઑર્ડરના ૨,૪૦,૦૦૦ ડૉલર એડવાન્સ પેટે મળ્યા. આ નાણાં લઇને પેરા તાઇવાન પહોંચી ગયો એ મેન્યુફેકચરને શોધવા ગયો કે જે તેને આ પ્રોડક્ટ બનાવી આપે!!

પેરાની સ્ટેન્ડ અલોન વાઇ ફાઇ પ્રોડકટસ ઇમર્જિંગ માર્કેટના સ્મોલ અને મિડિયમ સ્કેલ વાયરલેસ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સમાં હીટ થઇ ગઇ અને પેરાની કંપનીની શરૂઆત બહુ સફળતાથી થઇ. તેની આ સફળતા માટે પેરા કહે છે કે તેણે એપલની પૉલિસી ફોલો કરેલી કે “થીક આઇફોન, નોટ એન્ડ્રોઇડ મતલબ કે સફ્ળતા માટે તમારી સ્ટ્રેટેજીજ રાખો અને તેના માટે જ વિચારો તમારા હરીફો શું કરે છે તેની પરવાહ નહીં કરો.

તકલીફોનો સામનો અને સફળતા: જેમ સારા કામમાં સો વિઘ્નો તેમ પેરાને પણ સમસ્યાઓનો સામનો કરવો પડેલો હતો. યુબીકવીટીની ઇન્ટરનેટની વાઇ ફાઇ પ્રોડક્ટ વિશ્ર્વભરમાં અને ખાસ કરીને ઇમર્જિંગ દેશોમાં સફળ થવા લાગી એટલે એક ચીની ડિસ્ટ્રિબ્યુટરે તેની કોપી કરીને ૮૨ ડૉલર્સની પ્રોડક્ટ માર્કેટમાં ૩૦ ડૉલર્સમાં વેચવાનું શરૂ કર્યું અને ….. ચીનમાં હીટ જતા તેણે શેનઝેનમાં ફેકટરી નાખીને યુબીકવીટી બ્રાન્ડના નામે જ તેનું પ્રોડકશન ચાલુ કરી દીધુ! પેરાએ હિંમત નહીં હારતા ચીની વકીલોની ફોજ અને પોલીસની મદદથી અને લાખો ડૉલર્સનો ખર્ચો કરીને આ ફેકટરી બંધ કરાવી અને તેના માલિકને જેલ ભેગો કર્યો.

કયુબા, ઇરાન, નોર્થ કોરિયા વગેરે દેશમાં નિકાસ કરવા માટે નિકાસકારે અમેરિકન સરકારની પરમિશન લેવી જરૂરી હોય છે તેના વગર આ દેશોમાં એકસપોર્ટ કરી ના શકાય તેથી યુબીકવીટીની પ્રોડક્ટ આ દેશોમાં એકસપોર્ટ થતી નહોતી. પણ દુબઇના એક ડિસ્ટ્રિબ્યુટરે આ પ્રોડક્ટ ઇરાન એકસપોર્ટ કરી દીધી આ બનાવની અમેરિકન સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સને ખબર પડતા યુબીકવીટીને નોટિસ મોકલતા તેને ખુલાસો આપતા દમ નીકળી ગયો કે થયું છે તે એક ડિસ્ટ્રિબ્યુટરની પૈસા કમાવવાની લાલચના કારણે થયું છે ને કંપનીનો તેમાં કોઇ હાથ નથી. અમેરિકન સરકારે પેરાની કંપનીને હુકમ કર્યો કે તેઓ એવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરે કે તેનાથી તે તેના એક્સપોર્ટના શિપમેન્ટને ટ્રેક કરી શકે કે તે કયાં જઇ રહ્યા છે અને ચેતવણી પણ આપી કે જો ભવિષ્યમાં આ બનાવો રિપીટ થશે તો તેના માટે કંપની જવાબદાર ગણાશે.

આટલી અડચણો આવવા છતાં પણ પેરાએ વિચલીત થયા વગર તેના બિઝનેસમાં પૂરું ધ્યાન આપીને પ્રગતી ચાલુ રાખી ગયા સપ્ટેમ્બરમાં યુબીકવીટીએ ૨૪૩ મિલિયન ડૉલર્સના સેલ્સ ઉપર ૬૪ મિલિયન ડૉલર્સનો નફો કર્યો જે ૨૬ ટકા હતો. કોઇ પણ કમ્પ્યુટર હાર્ડવેરનો વ્યવસાય કરતી લિસ્ટેડ કંપનીઓ જેમાં એપલનો પણ સમાવેશ થાય છે તેના કરતા હાઇએસ્ટ પ્રોફિટ માર્જિન હતું. જયારે તેને પૂછવામાં આવ્યું કે કમ્પ્યુટર હાર્ડવેરમાં આટલું મોટું માર્જિન કેવી રીતે શકય છે તો તેનું કહેવું હતું કે તેની કંપની સેલ્સમેન દ્વારા નહીં પણ ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુટર ચેઇન દ્વારા વેચાણ કરે છે કારણ કે સેલ્સમેનોને કંપની કરતા તેના પોતાના કમિશનમાં વધારે રસ હોય તેઓ બિઝનેસ મેળવવા માટે ગમે તે તરકીબો અજમાવે છે. યુબીકવીટીના કુલ ટર્ન ઓવરમાં ૭૦ ટકા હિસ્સો ઇમર્જિંગ માર્કેટનો છે. રોબર્ટ પેરાનું સ્વપ્ન છે કે યુબીકવીટીને સિસ્કો સિસ્ટમ જેટલી મોટી
કંપની બનાવવી.

કંપની સ્થાપ્યાના ૬ વર્ષમાં ઓકટોબર ૨૦૧૧માં યુબીકવીટીનો ૩૩.૫ મિલિયન ડૉલર્સનો આઇપીઓ અમેરિકન માર્કેટમાં આવ્યો અને પેરાની ૬૪ ટકા હોલ્ડિંગનું માર્કેટ વેલ્યુએશન વધી જતા તે અબજોપતિ થઇ ગયો હોવા છતાં પણ એક બેડરૂમના સાદા એપાર્ટમેન્ટમાં રહે છે અને લીઝ પર ગાડી ખરીદે છે અને આજ સાદાઇની પૉલિસી તેની કંપની યુબીકવીટી નેટવર્કસમાં જોવા મળે છે. રોબર્ટ પેરાને કેટલીય અમેરિકન યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ મોટીવેશન સ્પીચ માટે બોલાવે છે ત્યારે તે તેના વકતવ્યમાં જરૂર કહે છે કે તેની સફળતાનુ કારણ હતું કે તેને જીવનમાં જલ્દી સફળ થવું હતું અને તેના માટે તેણે હાર્ડવર્ક કર્યું છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરનું પણ કહેવું છે કે “આઇ ડોન્ટ નો એનીવન વ્હુ હેઝ ગોટ ટુ ધ ટોપ વીધાઆઉટ હાર્ડવર્ક, ધેટ ઇઝ ધ રેસીપી ફોર સકસેસ. ઇટ વીલ નોટ ઓલવેઝ ગેટ યુ ટુ ધ ટોપ બટ સુડ ગેટ યુ પ્રીટી નીયર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?