પાઉન્ડ સામે રૂપિયાની ચાલ કેવી રહેશે? | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

પાઉન્ડ સામે રૂપિયાની ચાલ કેવી રહેશે?

ડોલર સામે રૂપીયો વિક્રમી તળિયે પહોચ્યા બાદ સૌની નજર બ્રિટિશ પાઉન્ડ પર

મુંબઈ: ડોલર સામે રૂપીયો ઐતિહાસિક તળિયે આવી ગયો છે ત્યારે સૌની નજર હવે પાઉન્ડ તરફ મંડાઈ છે. યુકે સાથે ભારતે મુક્ત વ્યાપાર કરાર કર્યા હોવાથી આગામી સમયમાં પાઉન્ડ વધુ મહત્વનું ચલણ બનશે.

નોંધવું રહ્યું કે ટેરીફ વોર અને વિવિધ દેશ વચ્ચે યુદ્ધ ચાલતા હોઅવથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિનિમય દરો પર ભારે નકારાત્મક અસર થઈ છે.

આવા સંજોગોમાં નિષ્ણાતો પણ અવઢવમાં મુકાયા છે. નજીકના ભવિષ્યમાં બ્રિટિશ પાઉન્ડ સામે ભારતીય રૂપિયાના વિનિમય દરમાં અનિયમિત વધઘટ થવાની ધારણા છે, વિવિધ નિષ્ણાત સકારાત્મક અને નકારાત્મક વલણોના મિશ્રણની આગાહી કરે છે.

એક ફોરેકસ ડીલરે જણાવ્યું કે, પાઉન્ડ-રૂપિયાનો વિનિમય દર સપ્ટેમ્બર 2025 સુધીમાં 115.4200, ડિસેમ્બર 2025 સુધીમાં 116.1800 અને જૂન 2026 સુધીમાં 118.5300 સુધી પહોંચશે.

જયારે અન્ય ડીલર અનુસાર પાઉન્ડ માટે ૩૦ દિવસનો સરેરાશ દર ₹૧૧૭.૫૨૮૩ છે, જે આજના દરની તુલનામાં ૦.૬૮% તફાવત ધરાવે છે.

ટૂંકા ગાળામાં સરેરાશ દર ₹૧૧૮.૩૯૦૧ની આસપાસ રહેવાનો અંદાજ છે, જેની અંદાજિત ટ્રેડિંગ રેન્જ ₹૧૧૭.૨૦૬૨ અને ₹૧૧૯.૫૭૪૦ ની વચ્ચે છે. આગામી અઠવાડિયે સરેરાશ દર ₹૧૧૮.૪૮૪૮ની આસપાસ રહેવાનો અંદાજ છે, જેની અંદાજિત ટ્રેડિંગ રેન્જ ₹૧૧૭.૨૯૯૯ અને ₹૧૧૯.૬૬૯૬ ની વચ્ચે છે. આવતા મહિનાની વાત કરીએ સરેરાશ દર ₹118.6741ની આસપાસ રહેવાનો અંદાજ છે, અંદાજિત ટ્રેડિંગ રેન્જ ₹117.4874 અને ₹119.8608ની વચ્ચે છે.

કેટલીક આગાહીઓ હકારાત્મક વલણ સૂચવે છે, જેમાં પાઉન્ડ સામે દર સપ્ટેમ્બર 2025માં વધીને ₹120.83 થવાની સંભાવના છે, જે 2.58 ટકાનો વધારો દર્શાવે છે.

અન્ય આગાહી અનુસાર સપ્ટેમ્બર 2025માં રોકાણકારો માટે 4.11 ટકાના સંભવિત વળતરની શક્યતા છે, જેમાં દર ₹122.38 સુધી પહોંચશે. જોકે, કેટલીક આગાહીઓ નકારાત્મક વલણ પણ સૂચવે છે, જેમાં દર સંભવિત રીતે ₹118.65 સુધી ઘટીને 0.30 ટકા ઘટશે. એકંદરે, તાજેતરની આગાહીઓ અને બજારના સેન્ટીમેન્ટને આધારે, નજીકના ભવિષ્યમાં પાઉન્ડ સામે રૂપિયો મજબૂત થવાની શક્યતા ઓછી છે. તેના બદલે, પાઉન્ડ રૂપિયા સામે મૂલ્યમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો…ફેડરલના ગવર્નર કૂકને દૂર કરવાના સંકેતે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button