મહત્ત્વના ખનીજનાં ક્ષેત્રમાં વ્યૂહાત્મક પ્રવેશ માટે હિન્દુસ્તાન કોપર સજ્જ…

નવી દિલ્હીઃ હાર્ડ રોક માઈનિંગ અને મિનરલ બેનિફિકેશનની કુશળતાના ઉપયોગ સાથે મહત્ત્વના ખનીજનાં ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે હિન્દુસ્તાન કોપર લિ. (એચસીએલ) સજ્જ અથવા તો સારી સ્થિતિમાં હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. કંપનીનું આ પગલું દેશની ટેક્નોલૉજિકલ અને આર્થિક પ્રાથમિકતાઓમાં નોંધનીય યોગદાન આપશે.
હાર્ડ રોક માઈનિંગ અને મિનરલ બેનિફિકેશનમાં પુરવાર થયેલી તેની કુશળતાનો ઉપયોગ કરીને એચસીએલ મહત્ત્વના ખનીજ ક્ષેત્રમાં વ્યૂહાત્મક પ્રવેશ કરવા અનેદેશની ટેક્નોલૉજી અને આર્થિક પ્રાથમિકતાઓમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે કંપની સારી સ્થિતિમાં હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
દેશમાં ગ્રીન એનર્જી તરફ થઈ રહેલા પરિવર્તન અને આયાત નિર્ભરતામાં ઘટાડો કરવા માટે આ જાહેર ક્ષેત્રનું એકમ આક્રમક ધોરણે મહત્ત્વના ખનીજના ક્ષેત્રોમાં એક્સ્પ્લોરેશન અને વિકાસની દિશામાં વિસ્તરણ કરી રહી છે. આ માટે કંપનીએ ઑઈલ ઈન્ડિયા અને કોલ ઈન્ડિયા જેવાં જાહેર ક્ષેત્રના એકમો સાથે રેર અર્થ એલિમેન્ટ્સ તથા કોપર, નિકલ અને કોબાલ્ટ જેવાં મહત્ત્વના ખનીજોનાં એક્સ્પ્લોરેશન, ખનન અને વિકાસ માટે બહુવિધ કરાર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં કંપનીનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ગત સાલના સમાનગાળાના 62.87 કરોડ સામે બે ગણાં કરતાં પણ વધીને 156.30 કરોડની સપાટીએ રહ્યો હતો. વધુમાં કંપની આગામી વર્ષ 2030-31 સુધીમાં ઑરની ઉત્પાદન ક્ષમતા જે હાલ વર્ષે 40 લાખ ટનની છે તે વધારીને 1.22 કરોડ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.



