નેશનલવેપાર

સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ વિવિધ વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ નક્કી કરતા ગુપ ઓફ મીનીસ્ટર્સ (GoM)ની ગઈ કાલે સોમવારે એક બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. સ્વાસ્થ્ય માટે હાનિકારક સામાન પર ભારે ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિગારેટ, તમાકુ, ઠંડા પીણા અને અન્ય કાર્બોરેટેડ પીણાં અને તેની સાથે સંબંધિત ઉત્પાદનો પર 35 ટકા ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં (GST hike on Tobacco products) આવ્યો છે. હાલમાં, આ ઉત્પાદનો પર GSTનો ઉચ્ચતમ દર 28 ટકા લાગુ છે.

GoMનો પ્રસ્તાવ:
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના GoMએ કપડાં પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત 1,500 રૂપિયા સુધીના રેડીમેડ ગારમેન્ટ પર 5 ટકા ટેક્સ લાગશે, જ્યારે 1,500થી 10,000 રૂપિયા સુધીની કિંમતના કપડા પર 18 ટકા ટેક્સ અને 10,000 રૂપિયાથી વધુના કપડા પર 28 ટકા ટેક્સ લાગશે.


Also read: Good News : દેશમાં GST કલેક્શનમાં 8. 5 ટકાનો વધારો, આટલા કરોડે પહોંચ્યું


આહેવાલ મુજબ કે GoM 148 વસ્તુઓ પરના ટેક્સમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ સમક્ષ રજૂ કરશે. આનાથી GSTની કુલ આવક પર પોઝીટીવ અસર થવાની ધારણા છે. અધિકારીએ જણાવ્યું કે 5, 12, 18 અને 28 ટકાના ચાર સ્તરીય ટેક્સ સ્લેબની સિસ્ટમ ચાલુ રહેશે. જો કે, આ GoMએ 35 ટકાના નવા સ્લેબની દરખાસ્ત કરી છે.

GoMએ કાઉન્સિલ સમક્ષ ₹10,000થી ઓછી કિંમતની સાયકલ પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. તેમજ એક્સરસાઇઝ નોટબુક પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ રજુ કયો છે. GoMએ ₹15,000ની જોડી ઉપરના જૂતા પરનો GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની દરખાસ્ત પણ કરી હતી. 19 ઓક્ટોબરે અગાઉની બેઠકમાં ₹25,000થી વધુની કાંડા ઘડિયાળો પર GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની દરખાસ્ત પણ કરી હતી.

આ તારીખે પ્રસ્તાવ પર ચર્ચા થશે:
21 ડિસેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં GoMના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરશે અને તેમાં રાજ્યોના નાણાં પ્રધાનો પણ સામેલ હશે. GST દરમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય માત્ર GST કાઉન્સિલ લેશે.


Also read: ચિંતાનો વિષયઃ એક તરફ જીડીપી પટકાયો, બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ પણ નબળો…


દરમિયાન, GST વળતર સેશ (Cess) માટે રચાયેલા GoM એ GST કાઉન્સિલ પાસે અહેવાલ સબમિટ કરવા માટે લગભગ છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. અગાઉ આ GoM એ તેનો રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં GST કાઉન્સિલને સુપરત કરવાનો હતો. આ GoMની રચના નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના સભ્યોનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button