વેપાર

વિનાશમાં વિકાસની તકો?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

જ્યારે કોઇ પણ અઘટીત ઘટના બને ત્યારે તે અનિવાર્ય છે, તે સ્વીકારવા સિવાય માણસ પાસે બીજો કોઇ વિકલ્પ હોતો નથી. જે બનાવ બની ગયો છે તે શા માટે બન્યો કે મારી સાથે જ કેમ બન્યો તેના ગમમાં રહેવા કરતા તેમાંથી શું શીખ લઇ શકાય અને આપદાને અવસરમાં પલટાવી શકીએ તો જ નકારાત્મકમાંથી બહાર આવીને જીવનમાં પ્રગતિ કરી શકીએ.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં પણ કંઇક આવું જ બનેલું હતુંં. જયારે એક બાજુ લાખો સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા હતા અને યુદ્ધમાં જે ફલૂની બીમારી ફેલાયેલી તેનો શિકાર થતા હતા અને ફલૂની બીમારીએ પેનડેમિકનું સ્વરૂપ લઇ લીધેલું જેમાં કરોડો લોકોએ જાન ગુમાવેલા તે સમયે ફલૂનો કોઇ ઇલાજ જ નહોતો. એવા સમયે માનવ જિંદગીને સંજીવની આપતી દવાઓની શોધ પણ કપરા દિવસોમાં થયેલી હતી.

ફલૂની વેક્સિન: એચવનએનવન ઇનફલુએન્ઝા પેનડેમિકે ૧૯૧૮થી ૧૯૧૯માં કાળોકેર મચાવેલો હતો. તેમાં ફર્સ્ટ વેવ તો માઇલ્ડ હતો પણ સેક્ધડ વેવ બહુ ખતરનાક હતો. જેનું ટ્રેઇલર આપણે કોરોના કાળમાં અનુભવ્યું હતું. આજ સમય દરમિયાન પ્રથમ વિશ્ર્વયુદ્ધ ફાટી નિકળતા વિશ્ર્વયુદ્ધમાં સૈનિકો ફલૂની જીવલેણ બીમારીના શિકાર થતા હતા.

૧૯૩૩માં બ્રિટિશ રિસર્ચર વીલસન સ્મીથ, સી.એચ. એન્દષુઝ અને પી.પી. લેઇડલોએ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિનની શોધ કરી જેને અમેરિકન મિલિટરીની સૈનિક વિંગ એ ડેવલોપ કરીને પ્રોપર શેપ આપ્યો અને ૧૯૪૫ના દ્વિતીય વિશ્ર્વયુદ્ધ દરમિયાન ઇન્ફલુએઝાનો શિકાર થતા સૈનિકો પર તેને સફળ પ્રયોગ કરતા તેઓની જિંદગી બચાવીને દુનિયાને ફલૂની વેક્સિનની અદ્ભુત ભેટ આપીને જગતને ફલૂની જીવલેણ બીમારીમાંથી મુક્ત કર્યું. આ શોધનું મુખ્યબિંદુ હતું.

૧૯૧૮-૧૯૧૯માં ફર્સ્ટ વર્લ્ડવોરમાં સૈનિકોના ઇનફલુએન્ઝાની બીમારીથી થતાં મૃત્યુ જે ૨૫ વર્ષ પછી સેક્ધડ વર્લ્ડવોરમાં સૈનિકોને ફલૂના મોતથી બચાવેલા હતા. આ હતી ફર્સ્ટ વર્લ્ડવોરની પોઝિટિવ સાઇડ!
પેનિસિલીન: ફર્સ્ટ વર્લ્ડવોરમાં એકબાજુ સૈનિકો ઇન્ફલુએન્ઝાનો શિકાર થતા હતા ત્યારે બીજી બાજુ યુદ્ધમં ઘાયલ સૈનિકો સામાન્ય ઘાવથી થતા ઇન્ફેકશનથી મૃત્યુ પામતાં હતા તથા અમેરિકન સરકાર બહુ વ્યથિત હતી અને ઘાયલ સૈનિકોની જિંદગી કેમ બચાવી શકાય તેના ઉપાયો શોધવા લાગી હતી.

ત્યારે ૧૯૨૮માં સ્કોટીશ સાયનટીસ્ટે પેનિસિલીનની શોધ કરી. યુએસ મિલિટરીએ પેનિસિલીનના ઉત્પાદન “અ રેસ અગેઇન્સ્ટ ડેથ ગણીને મોટા પાયે પ્રોડકશન કર્યું અને આશ્ર્ચર્યમાં પડી ગયા કે પેનિસિલીનની દવાઓ અને ઇન્જેકશનથી દુખાવો ઘટતો હતો અને સૈનિકોની જિંદગી બચતી હતી. માનવ જાત માટે સંજીવની સમાન પેનિસિલીનની શોધ હતી વર્લ્ડવોરની બીજી પોઝિટિવ સાઇડ ઇફેકટ!

જેટ એન્જિન: જર્મની અને જાપાનના તે સમયની સરકારના નેતાઓમાં શું પાગલપન ભરાયેલું હતું કે સેક્ધડ વર્લ્ડવોરની તેઓ બે દશકાથી તૈયારી કરી રહ્યાં હતાં. આ સમય બ્રિટિશ ગવર્મેન્ટે જર્મન અને જાપનીઝ વિમાનોનો સામનો કરી શકે અને બહુ ઝડપી ઉડી શકે તેવા પ્લેનો માટે જેટ એન્જિનની શોધ કરી જેનાથી ઓછા સમયમાં બહુ ઊંચી ઉડાન ભરીનો સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકાય નો ડાઉટ આ શોધના કારણે જેટ એન્જિનમાં બહુ વધારે ફયુએલની જરૂર પડતી હતી.

જે કોસ્ટલી પણ હતું પણ યુદ્ધમાં દુશ્મનોનો સામનો કરવામાં અને સૈનિકોના જીવ બચાવવામાં તેની બહુ પ્રમુખ ભૂમિકા હતી. ૫મે ૧૯૪૧ના રોજ એલાઇડ ફોસીસે પ્રથમ જેટ એન્જિનવાળુ ફલાઇટ ઉડાડેલું હતું.

ત્યાર પછી તો જેટ એન્જિને આપણા બધાની લાઇફમાં જે કમ્ફર્ટ આપેલ છે તે માણી રહ્યાં છીએ. જેટ વિમાન માત્ર ૧૪ કલાકમાં ૧૨૫૩૦ કિલોમિટર્સનું મુંબઇથી ન્યુયોર્કનું ડીસ્ટન્સ ટ્રાવેલ કરે છે. આ હતી સેક્ધડ વર્લ્ડવોરની ૩જી પોઝિટિવ સાઇડ ઇફેકટ!

બ્લ્ડ પ્લાઝમાં ટ્રાન્સફયુઝન : દ્વિતીય વિશ્ર્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સાઇન્ટિસ્ટ ચાર્લ્સ ડ્રીયુએ મેડિકલ યુઝ માટે બ્લ્ડ પ્લાઝમાં ટ્રાન્સફયુઝનની શોધ કરી જેમાં એક જારમાં સ્ટર્લાઇટ વોટર અને બીજ જારમાં ફ્રીઝ કરેલા બ્લડ પ્લાઝમાંને મિકસ કરીને યુદ્ધમાં ઘાયલ સૈનિકોની મદદ કરેલી હતી કારણકે બ્લ્ડ ટ્રાન્સફયુઝનમાં જેનું બ્લડ ગ્રૂપ હોય તેને તેજ બ્લડ ગ્રૂપ આ શકાય પણ બ્લ્ડ પ્લાઝમાં કોઇને પણ આપી શકવાના કારણે સૈનિકોની જિંદગી બચાવવી ઇઝી થતી હતી. આ હતી વર્લ્ડવોરની ચોથી પોઝિટિવ ઇફેકટ!

રડાર : જયારે ૧૯૩૫માં બ્રિટિશ સાયનટિસ્ટ સર રોબર્ટ વૉટસનવોટએ રડારની શોધ કરી ત્યારે તેનો પ્રથમ ઉદ્દેશ દુશ્મનના પ્લેનને આઇડેન્ટિફાઇ કરીને હુમલો કરીને તેનો શિકાર કરવાનો હતો. આ સાથે એલાયડ ફોર્સિસ દુશ્મનના શિપ અને પ્લેનને ડિટેક્ટ કરી શકતા હતા પણ રડારનો ત્યારબાદ જે ઉપયોગ આકાશમાં પ્લેનને ડિટેક્ટ કરવામાં તેને રનવે ઉપર સેફલી લેન્ડિગ કરવામાં મદદ કરવા ઉપરાંત પાઇલટ સાથે આકાશમાં સંપર્ક કરવામાં જે મદદ કરે છે, તેનાથી આપણે સૌ પરિચીત છીએ અને વોર અને મિલિટરીને દુશ્મનના પ્લેન કે શિપને આઇડેન્ટિફાઇ કરવામાં જે મદદ કરે છે, તે રોજના બનાવો આપણે રશિયા યુક્રેન અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધમાં રોજ વાંચીએ છીએ. માનવજીવનમાં સેફલી ઉડાનની મુસાફરીમાં રડારનો રોલ અદ્ભુત છે અને આ હતી પાંચમી સફળતા સેક્ધડ વર્લ્ડવોરની!

દુનિયાએ જેટલી આર્થિક પ્રગતિ યુદ્ધ અને યુદ્ધ બાદ કરેલી છે તેનો કોઇ હિસાબ જ નથી. ફર્સ્ટ અને સેક્ધડ વર્લ્ડવોર દરમિયાન દુનિયાએ જેટલું જાનમાલનું નુકસાન
સહન કરેલું તેની ભરપાઇ કોઇના કરી શકે પણ જગતના આર્થિક વિકાસના પાયામાં
ફર્સ્ટ અને સેક્ધડ વર્લ્ડવોર છે તે નકારી પણ ના શકાય. સિક્કાની બે બાજુ જેવું આ છે.

આવેલી મુશ્કેલીઓમાં હતાશ થઇને નાસીપાસ થઇને નસીબને દોષ દઇને
કોઇની નજર લાગી ગઇ છે તેવા ક્ષુલ્લક અને હલકા વિચારો નહીં કરતા તેમાંથી
કેમ બહાર આવીને જિંદગી બહેતર
બનાવી શકાય તેવો નિર્ધાર જ સફળતાના દ્વારે લઇ જશે કારણકે “એકસ્યુઝ વીલ ઓલવેઝ બી ધેર ફોર યુ, ઓર્પોચ્યુનિટી વોન્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button