વેપારશેર બજાર

બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ

મુંબઇ: શેરબજારમાં હવે અફડાતફડી વધવાની સંભાવના છે. વિગત સપ્તાહ દરમિયાન હેલ્થકેર, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરો વધ્યા, મેટલ અને એફએમસીજી શેરો ઘટ્યા માર્કેટ કેપમાં માત્ર રૂ.૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૧,૬૮૮.૪૫ના બંધથી પોઈન્ટ્સ (૦.૩૮ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭ ઓક્ટોબર અને સોમવારે ૮૧,૯૨૬.૯૯ ખૂલી એ જ દિવસે નીચામાં ૮૦,૭૨૬.૦૬ સુધી અને ૯ ઓક્ટોબર અને બુધવારે ઊંચામાં ૮૨,૩૧૯.૨૧ સુધી જઈ સપ્તાહ અંતે ૮૧,૩૮૧.૩૬ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૬૨.૨૭ લાખ કરોડ રહ્યું હતું, જે ૪ ઓક્ટોબરના શુક્રવારના અંતે રૂ.૪૬૦.૮૯ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૫૯ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૦ ટકા, બીએસઈ મિડકેપ ૧.૧૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૧૭ ટકા વધ્યા હતા. આઈપીઓ ૦.૮૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૨.૨૦ ટકા વધ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં બીએસઈ હેલ્થકેર ૨.૦૨ ટકા, ઓટો ૧.૯૮ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૮૨ ટકા, ટેક ૧.૧૧ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૧.૧ ટકા, રિયલ્ટી ૦.૮૬ ટકા અને પાવર ૦.૭૭ ટકા વધ્યા હતા, જ્યારે મેટલ ૧.૮૪ ટકા, એફએમસીજી ૧.૭૩ ટકા, ઓઈલ એન્ડગેસ ૧.૧૫ ટકા, ઈન્ફ્રાસ્ટ્રકચર ૦.૬૪ ટકા, પીએસયુ ૦.૪૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૮ ટકા અને બેન્કેક્સ ૦.૨૨ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા ચાર શેરોમાં કોટક બેન્ક ૩.૯૪ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૭૬ ટકા, એચસીએલ ટેકનોલોજી ૩.૪૫ ટકા, ભારતી એરટેલ ૨.૭૪ ટકા, અને ટેક મહિન્દ્ર ૧.૭૮ ટકા વધય્ો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં ટાઈટન ૫.૪૧ ટકા, તાતા સ્ટીલ ૩.૭૬ ટકા, નેસ્લે ૩.૪૬ ટકા, આઈટીસી ૩.૦૭ ટકા અને પાવર ગ્રીડ ૨.૬૭ ટકા ગબડ્યો હતો. જ્યારે એ ગ્રુપની ૭૨૬ કંપનીઓમાં ૩૫૫ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૭૧ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૧૩૨ કંપનીઓમાંથી ૬૦૩ વધી હતી, ૫૨૩ ઘટી અને છ સ્ક્રિપ્સ સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૧૦ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૦ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૪૩ સ્ક્રિપ્સ વધી હતી અને ૫૭ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૯૪ સ્ક્રિપ્સ વધી અને ૧૦૬ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૬૬ વધી, ૬૬ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૪૮ સ્ક્રિપ્સમાંથી ૫૦૫ વધી હતી, ૪૪૩ ઘટી હતી.

સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૪૦,૨૬૮.૬૯ કરોડની ચોખ્ખી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૩૭,૫૭૧.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button