લિલામ થયેલા ખનન બ્લોકમાં ઝડપી કામકાજ માટે સરકારે સમયરેખા નક્કી કરી | મુંબઈ સમાચાર
વેપાર

લિલામ થયેલા ખનન બ્લોકમાં ઝડપી કામકાજ માટે સરકારે સમયરેખા નક્કી કરી

નવી દિલ્હીઃ સરકારે તાજેતરમાં મિરલ (ઑક્શન) રૂલ્સ,2015માં ફેરફાર કરીને વિવિધ પ્રક્રિયાઓ માટેની સમયરેખા નક્કી કરી છે જેથી લિલામ થયેલા ખનન બ્લોક્સમાં કામકાજો ઝડપથી શરૂ થઈ શકે.

એકંદરે આ સુધારાથી ખનન કાર્યનાં હેતુપત્ર (લેટર ઑફ ઈન્ટેન્ટ) જારી કરવાથી લઈને ખનનકાર્યના લીઝનાં અમલીકરણ વચ્ચે સીમાચિહ્ન સ્થાપિત કર્યાં છે અને તેમાં વિલંબ થતાં દંડ લાદવામાં આવશે અને ઉત્પાદન વહેલું શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. વધુમાં આ પગલાંનો હેતુ ખાણાના વિકાસના તબક્કાઓમાં દેખરેખને સુધારવાની સાથે બિડર્સને કામગીરી શરૂ કર્યા વિના બ્લોક પર બેસતા અટકાવવાનો છે.

આપણ વાંચો: ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ

ગત 17મી ઑક્ટોબર, 2025માં ફાસ્ટ ટ્રેક ઓપરેશનલાઈઝેશન માટેનાં નવીન પગલાં તરીકે ખનીજનાં હરાજી અથવા તો લિલામના નિયમો, 2015માં સુધારો સૂચિત કર્યા છે, જેમાં લેટર ઑફ ઈન્ટેન્ટ જારી કર્યા પછી ખાણકામ લીઝના અમલ સુધી પૂર્ણ કરવાની તમામ વિવિધ પ્રવૃત્તિઓ માટે કેન્દ્રવર્તી સમયરેખા રજૂ કરવામાં આવી હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવાયું છે.

સુધારિત નિયમો અનુસાર માઈનિંગ પ્લાન અથવા તો ખનનની યોજનાં છ મહિના સુધીમાં તૈયાર થવી જોઈએ, પર્યાવરણીય મંજૂરીઓ 18 મહિના સુધીમાં અને ખનનનાં લીઝનું અમલીકરણ તેના 12 મહિનાની અંદર શરૂ થવું જોઈએ.

આ સિવાય કમ્પોઝિટ લાઈસન્સ (સીએલ) લિલામ માટે બે વધારાના માઈલ સ્ટોન એક્ઝિક્યુશન 12 મહિનાની અંદર અને જી-ટૂ સ્તર સુધીની પરિપૂર્ણતા 36 મહિના સુધીની નિર્દિષ્ટ કરવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધુ વિલંબ થતાં બિડરને દર મહિને અથવા તો મહિનાના આંશિક વિલંબ માટે એક ટકો બૅન્ક ગૅરૅન્ટી ચૂકવવી પડશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button