સરકારે ચૂનાના પથ્થરને મુખ્ય ખનિજમાં વર્ગિકૃત કરીને વેચાણ નિયંત્રણો હળવા કર્યા | મુંબઈ સમાચાર
વેપાર

સરકારે ચૂનાના પથ્થરને મુખ્ય ખનિજમાં વર્ગિકૃત કરીને વેચાણ નિયંત્રણો હળવા કર્યા

નવી દિલ્હીઃ ગત મંગળવારે સરકારે જણાવ્યું હતું કે ચૂનાના પથ્થરને સંપૂર્ણપણે મુખ્ય ખનીજ તરીકે વર્ગિકરણ કરવામાં આવ્યું છે. સરકારનું આ પગલું ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસ તરફનું છે.

કેમ કે ચૂનાની ખાણનાં લીઝ ધારકો સરળતાથી વેચાણ કરવાની સાથે કોઈપણ બાબત માટે અંતિમ વપરાશકાર તરીકે નિયંત્રણો વિના ઉપયોગ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ચૂનાના પથ્થરને અંતિમ ઉપયોગનાં આધારે ગૌણ ખનીજ તેમ જ મુખ્ય ખનીજ તરીકે વર્ગિકૃત કરવામાં આવ્યો હતો.

બિલ્ડિગ બનાવવાની સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતા ચૂનાના ઉત્પાદન માટે ભઠ્ઠીઓમાં વપરાતા ચૂનાના પથ્થરને ગૌણ ખનીજ તરીકે વર્ગિકૃત કરવામાં આવ્યું હતું. અન્યથા સિમેન્ટ, રસાયણો, ખાંડ, ખાતર અને સ્ટીલ જેવાં અન્ય કોઈપણ હેતુઓ માટે ઉપયોગમાં લેવાલી વખતે તે મુખ્ય ખનીજ રહ્યું હતું.

આપણ વાંચો: કોપરના ઉત્પાદન, ડ્રમ અને ટીનનાં ક્ધટેનર માટે સરકારે ગુણવત્તાના ધોરણો જાહેર કર્યા

હાલના ગૌણ ખનીજનાં ખાણકામ માટેનાં લીઝને મુખ્ય ખનીજની શ્રેણીમાં રૂપાંતરિત કરવા માટે મિનિસ્ટ્રી ઑફ માઈન્સે ગત 13મી ઑક્ટોબરનાં રોજ કલમ 20એ હેઠળ ઓર્ડર જારી કર્યો હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવ્યું હતું. હાલના ગૌણ ખનીજનાં ચૂનાના પથ્થરનાં લીઝ મુખ્ય ખનીજના લીઝ તરીકે કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે, એમ યાદીમાં ઉમેર્યું હતું.

ખનન મંત્રાલયે આ નિર્ણય મુખ્યત્વે નિતિ આયોગનાં સભ્યની ચેરમેનશીપનાં વડપણ હેઠળની ખાણ અને ખનીજ ક્ષેત્રની આંતરપ્રધાનમંડળીય કમિટીએ વિવિધ હિસ્સેધારકોની સલાહમસલત બાદ લેવામાં આવ્યો હતો.

આ સાથે જ ચૂનાના પથ્થરોની ખાણનાં લીઝ ધારકોની ચૂનાના પથ્થરને ગૌણ ખનીજમાંથી મુખ્ય ખનીજમાં વર્ગિકૃત કરવાની લાંબા સમયગાળાની માગણી પૂર્ણ થઈ છે. હવે તેઓ મુક્તપણે સિમેન્ટ ઉદ્યોગ સહિતનાં અન્ય ક્ષેત્રોને વેચાણ કરી શકશે, એમ યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button